jump to navigation

તને હું ગમું છું -અજ્ઞાત જૂન 25, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

તને હું ગમું છું: મને તું ગમે છે
છતાં આ વિધિને શું વાંકું પડે છે?

તને મળવા માટે નરી યાતનાઓ
કહે કુંડળીમાં કયો ગ્રહ નડે છે?

બગીચામાં વાસંતી વૈભવ પડ્યો છે:
હસે છે આ હોઠો ને આંખો રડે છે.

તૂટેલો અરીસો ને પ્રતિબિંબ તૂટ્યાં
મારો જ આપસમાં ચહેરો લડે છે.

સદા માટે ચાલો જઇએ અહીંથી
પારેવા જેવું હ્રદય ફડફડે છે.

— આ સુંદર રચના કયા સર્જકની છે એની કોઇને જાણ હોય તો જરૂર જણાવશો.

Advertisements

ટિપ્પણીઓ»

1. Rachit - જૂન 25, 2006

Nice one!
Thx.

2. Jayshree - જૂન 25, 2006
3. Himanshu - જૂન 26, 2006

Nice. How are you getting all these poem?

4. સુરેશ જાની - જૂન 26, 2006

તૂટેલો અરીસો ને પ્રતિબિંબ તૂટ્યાં
મારો જ આપસમાં ચહેરો લડે છે.

Simply Excellant …

5. amit pisavadiya - જૂન 26, 2006

ઉર્મિ જી , સરસ પંક્તિઓ છે , હ્ર્દય ને વિહવળ કરે તેવી.
મે મારી લાઇબ્રેરીના પુસ્તકો જોયા કવિ નુ નામ શોધવા કિંતુ અસફળ રહ્યો .

6. manvant - જૂન 26, 2006

પારેવા અને પ્રેમીનાં હૃદય ફડફડે ,ત્યારે પ્રેમ પરાકાષ્ટાએ ન પહોંચે ?


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: