jump to navigation

શબ્દો ભિંસાયા કરે જૂન 22, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
trackback


મુખમાં મૌનનાં શબ્દો ભિંસાયા કરે
હ્રદયમાં વેદનાની વાણી પિસાયા કરે

પસાર થતી હર ક્ષણ ભુંસાયા કરે
અતીત ની કોઇ પળ ડોકાયા કરે

રણમાં ઝાંઝવાનાં જળ ઉભરાયા કરે
ગઇકાલમાં મારી આજ સરકાયા કરે

શમણાંઓનું આખું નગર સર્જાયા કરે
ખુલી જાય આંખો તો વિખરાયા કરે

શબ્દો મને દૂરથી લલચાવ્યા કરે
ભેગા કરવા જાઉં તો ઉલજાવ્યા કરે


  — ઉર્મિ સાગર

ટિપ્પણીઓ»

1. સુરેશ જાની - જૂન 22, 2006

સરસ રચના છે. ભૂત અને ભવિષ્ય માં રહેવાનું માનવ સહજ છે. વર્તમાનમાં જીવવા માંડીએ તો કદાચ કવિતા સર્જાતી બંધ નહીં તો ઓછી તો થતે જ જાય.
એક ન ગમતી કોમેંટ આપું? ગદ્ય જેવું વધારે લાગે છે. ગેયતા એ કવિતાનું એક લક્ષણ છે. આપણા પોતાના કંપોઝીશનમાં જાતે ગાતા ગાતા કવિતા લખીએ તો ગેયતા આપોઆપ આવે.

2. Urmi Saagar - જૂન 22, 2006

પ્રિય સુરેશઅંકલ, આ કવિતા એકદમ સહજ ભાવે અને સહજ રીતે જ લખાય ગયેલ છે, ગદ્ય અને ગેયતા ની સમજ વિના. ગદ્ય અને ગેયતા વિશે થોડી સમજ આપશો તો આભાર…

3. Himanshu - જૂન 23, 2006

નમસ્તે ઉર્મિ, Good Poem. I can not understand in which context you have written this. Is it better you explain your feeling behind the poem sometime. Like they way Dharmesh is writing. If the poem is about love, life, sorrow, happiness or some other feeling everyone can understand. But sometime its very difficult for people like me to understand poet’s feeling or context to behind the poem. Try to write something like kavi Aasim Randeri, Amrut Ghayal. They are my favourite gazal stars.

4. ધર્મેશ - જૂન 23, 2006

ઉર્મિ,
તમારી જેમ હું પણ છંદ અને ગેયતા માં સાવ કાચો..
એટલે જ મને તિર્યકકવિતા વધુ પોતીકી લાગે..
એકાદ વાર મેં મારી છંદવિહોણી એકાદ ગઝલ માં આવું લખેલું..
“છંદો ના અભરખાં ક્યાં હોય છે વેદના ને,
લખાતી રહે છે ગઝલ વ્યાકરણ વગર..”

પણ વિવેક ભાઈ અને સુરેશ કાકા ના સૂચનો પર થી લાગે છે કે સાલું આવું કઈંક શીખવું પડશે..
ધર્મેશ
deegujju.blogspot.com

5. સુરેશ જાની - જૂન 23, 2006

અછાંદસ , પણ સારી કવિતા લખવી વધારે મૂશ્કેલ છે એમ કવિતા શાસ્ત્રીઓ કહે છે. છંદ પર બરાબર હાથ બેસે પછી જે અછાંદસ લખ્હય તેની સુદરતા અનેકગણી વધી જાય છે. પણ મેં કોમેંટ તો એક શુભેચ્છક તરીકે આપી હતી.
મૂખ્ય વાત એ છે કે, જ્યારે લખવાનો ભાવ જાગે ત્યારે લખી નાંખો. આ ભૌતિકતામાં સરી ગયેલા જગતમાં કેટલા ભાવને અભિવ્યક્ત કરતા હશે? એ માટે તો કદીક થનગનતું અને કદીક વિષાદમય દિલ જોઇએ. માતે લખો તો ખ્રા જ, જેવું આવડે તેવું . જેમ શરીરની અને મનની કસરત હોય છે તેમ આ તો હૃદયની કસરત છે! આ ના કરો તો કદાચ હૃદય કાળમીંઢ પત્થર નેચે દબાઇને મગરની ચામડી જેવું થઇ જાય
પણ્ એક વાર લખ્યા પછી વારંવાર તેને વાંચો અને ગાવામાં કઠતા શબ્દો કે શબ્દરચનાઓ ને બીજી રીતે મૂકી જુઓ. આપોઆપ કવિતા વધારે સારી અને ગેય થતી જશે. તમને પોતાને જ આ પ્રયત્ન દુઃખકારી નહીં પણ સુખદ લાગશે.
હું કદી છંદ શાસ્ત્ર જાણતો પણ નથી અને તે પ્રમાણે લખતો પણ નથી. પણ લખ્યા પછી મઠારું છું – અનેક વાર મઠારું છું. ઘણી વાર પાંચ છ પ્રયત્નો પણ થઇ જાય છે.
મંર આશા છે કે મારી કોમેંટ તમને ખટકશે નહીં

6. amit pisavadiya - જૂન 25, 2006

સરસ શબ્દો છે , વ્યક્તિ હંમેશ ભુત અને ભવિષ્ય મા અટવાયા કરે છે.

7. chetna.K.Bhagat - ડિસેમ્બર 21, 2006

27422732276527262763 27282752 27112753272527232752 2744275027362752 27152759 273027234646269727242750274127392759 273827102752 274527632735 270327412753 2738275027112759 27152759464627302723 2703270927262734 274427362744 2730276527362735275027444646

8. Prakash Gokhale - માર્ચ 1, 2008

I want lyrics of Ghazals or Poems by Amrut Ghayal like Kajal bharya nayan na kaman mane game chhe etc.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: