એક નવો બ્લોગ: ચાલો કરીએ “સહિયારું સર્જન”! September 4, 2006
Posted by ઊર્મિ in પરિચય.2 comments
પ્રિય મિત્રો,
આપણા સૌના જાણીતા અને માનીતા સુરેશભાઇ જાની, મિત્ર નિલમ દોશી અને હું – અમે સાથે મળીને એક નવો બ્લોગ શરૂ કરીએ છીએ “સહિયારું સર્જન“, જે માત્ર અમારો જ નહીં પણ આપણા સૌનો સહિયારો બ્લોગ! આપણા આ સહિયારા બ્લોગ પર આપણે સૌ સાથે મળીને સહિયારું સર્જન કરીશું… આશા છે કે આપ સૌનો સહકાર મળતો રહેશે.
… તો ચાલો, આપણે શૂન્યમાંથી થોડું સર્જન કરીએ અને આપણી અંદરનાં કવિને જગાડીએ!
અમે આપીશું તમને કોઇ એક પંક્તિ, કે થોડાં શબ્દો અથવા કોઇ એક વિચાર કે પછી કોઇ સંજોગ, અને એને આપણે મઢીશું આપણા શબ્દોથી મુક્તક, શેર, લઘુ કાવ્ય કે ગઝલ જેવા કોઇપણ રૂપથી… તો આપ સૌ અમને સાથ આપો છોને??
જો કોઇ વાંચકમિત્રોએ આપણા આ સહિયારા કાવ્યસર્જનની ક્રિયા માટે કોઇ વિચાર કે કોઇ પંક્તિ આપવી હોય તો http://sarjansahiyaaru.wordpress.com બ્લોગનાં “સર્જનમાં સાથ આપો” પૃષ્ઠ પર કોમેન્ટ દ્વારા જણાવી શકે છે.
સસ્નેહ, “ઊર્મિસાગર”
* * *
નમસ્તે! June 10, 2006
Posted by ઊર્મિ in પરિચય.6 comments
પ્રિય મિત્રો,
મારા વેબલોગ પર તમારું હાર્દિક સ્વાગત છે.
મારી પસંદની પ્રખ્યાત કવિઓની રચનાઓ તથા માત્ર મારા શોખને લીધે જન્મેલી થોડી સ્વરચિત ક્રુતિઓ રજૂ કરુ છું. મારી ક્રુતિઓ વાંચીને મને આપવા લાયક અભિપ્રાય કે સલાહ હોય તો જરુરથી આપશો.
“ઉર્મિ સાગર”
