અરણ્ય-રુદન -પ્રીતિ શાહ/સેનગુપ્તા May 29, 2007
Posted by ઊર્મિ in અછાંદસ, ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.8 comments
પર્વત પર ચડીને
શિખરોને ધક્કા મારી મારીને
ગબડાવી દેવાં છે,
દરિયાને ખાલી કરીને રણમાં
વહાવી દેવા છે,
હવાના મહેલોને
મુઠ્ઠીએ મુઠ્ઠીએ
તોડી નાખવા છે,
રાત-દિવસના પડછાયાઓને
પૃથ્વીના પેટાળમાં
દાબી દેવા છે.
અને પછી, મા,
તમારા ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.
* * *
*
પારકો ચહેરો – સૈફ પાલનપુરી May 9, 2007
Posted by ઊર્મિ in અછાંદસ, ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.1 comment so far

મારી સામે એણે પણ
એકીટશે જોયા કર્યું
લોક કરડી આંખથી જોતા રહ્યા
કેવો પાગલ હું હતો
વર્ષો પહેલાંનો પરિચિત માર્ગ એ
વર્ષો પહેલાંનું પરિચિત એ મકાન
મારી પાગલતા એ બહુ જૂની હતી. (more…)
મને ખૂબ જ શ્રદ્ધા બેસી ગઈ છે. -સૈફ પાલનપુરી May 8, 2007
Posted by ઊર્મિ in અછાંદસ, ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.1 comment so far
કાલ હું તારી ગલીમાં ભૂલથી આવી ચઢ્યો.
વર્ષો પહેલાંનો પરિચિત માર્ગ એ
વર્ષો પહેલાંનું પરિચિત એ મકાન -
મારા પગ થંભી ગયા -
તું નજર સામે હતી – (more…)
એક પ્રશ્નપત્ર -ઉદયન ઠક્કર April 27, 2007
Posted by ઊર્મિ in અછાંદસ, ઊર્મિની પસંદ.5 comments
1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.
2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો, કેમ, ખરું ને…
‘હા’ કે ‘ના’માં જવાબ આપો. (more…)


