jump to navigation

નથી મળતું -બેફામ May 2, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, મુક્તકો/શેર.
4 comments

cherry_blossom2.jpg 
(Cherry Blossom…   April 28, 2007)

સિતારા હોય છે એને ગ્રહણ નથી મળતું,
ફૂલોને બાગ મળી જાય, રણ નથી મળતું,
આ એક સુખ કુદરતના ન્યાયમાં જોયું,
ગજા બહારનું દુ:ખ ક્યાંય પણ નથી મળતું.

* * *

કવિ પરિચય 

*

કાળી પછેડી છે -બેફામ November 26, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
2 comments

પ્રણયનાં ફૂલ ક્યાંથી ચૂંટીએ જ્યાં કરમાં બેડી છે,
હવે તો પગમાં સાંકળ છે અને કાંટાની કેડી છે.

ઓ ખોતરનાર, તારી યાદ તાજી રાખવા માટે,
જખમ પરથી મરેલી ચામડી મેં પણ ઉખેડી છે. (more…)

મારી જરૂરત રહેશે -બેફામ November 25, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
1 comment so far

મહોબ્બતની મહેફિલ હશે ત્યાં જશું દિલ,
મગર આપણી વાત અંગત રહેશે,
અગર બોલશું તો થશે એ કહાની,
નહીં બોલશું તો હકીકત રહેશે. (more…)

કલ્પના -બેફામ November 9, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ.
8 comments

ઘણી વેળા વિચારું છું, વિચારોને વિકાસ આપું,
કવિ છું તો જરા જગને પરિવર્તનનો પાસ આપું.

પ્રથમ તો આ આભધરતીના તફાવતને મિટાવી દઉં,
કે ફૂલોને ઉજાસ આપું, સિતારાને સુવાસ આપું.

સૂરજ ઉગવા છતાં અંધકારમાં જીવન વીતે છે જ્યાં,
બધાયે એવા દિવસોને હું રાતોની અમાસ આપું. (more…)

કાગળ ને કલમ નીકળે -બેફામ October 26, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
5 comments

ચાહું તો છું કે આ પરદો ઉઠે ને એ સનમ નીકળે,
મગર ડર છે – ન નીકળે કોઇ ને મારો ભરમ નીકળે.

તો નક્કી માનજો – મેં રાતે એનું ખ્વાબ જોયું છે,
સવારે આંખ હું ખોલું અને એ આંખ નમ નીકળે. (more…)

મરવા પણ નથી દેતા -બેફામ October 15, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
7 comments

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં. (more…)

જન્નત મળી ગઇ -બેફામ August 28, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
2 comments

ફરીવાર ખીલી ઉતરતી જવાની
ફરીવાર એની મહોબ્બત મળી ગઇ,
ઉષાની નહીં, તો ભલે સાંજની પણ
જીવનમાં ફરીવાર રંગત મળી ગઇ. (more…)

દિલની દીક્ષા છે -બેફામ August 22, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
3 comments

પડી હો જાણે પગમાં શૃંખલા એવી પ્રતીક્ષા છે,
ભલા આ તે તમારી પ્રીત છે કે કોઇ શિક્ષા છે.

છું તારા માર્ગ પર ને તોય વાગે છે મને કાંટા,
કહે ઓ ઇશ, આ તે મારી કે તારી પરીક્ષા છે? (more…)

કોઇ દોસ્ત મળે -બેફામ August 7, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
4 comments

હું એકલો ફરૂં છું કે કોઇ દોસ્ત મળે,
હવે જગતથી ડરૂં છું કે કોઇ દોસ્ત મળે.

જનસમૂહની વચ્ચે કદી વિજન વાટે,
બધે શોધ કરૂં છું કે કોઇ દોસ્ત મળે. (more…)