jump to navigation

કારોબાર રાખ્યો તેં - મનોજ ખંડેરિયા June 4, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, ગઝલ.
trackback

over_water.jpg 
(મને અદ્ધર રાખ્યો તેં….. Lake George, NY- 8/23/’05)

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

* * *

કવિ પરિચય

*

Comments»

1. પંચમ શુક્લ - June 4, 2007

ખૂબજ સુંદર ગઝલ…

મીટરનું ટપી જવું ય ગૌણ બની જાય છે.

2. કુણાલ - June 5, 2007

એકેએક શેર પોતાનામાં એક આખી ગઝલ સમાન …. ખુબ જ સુંદર… મનોજ સાહેબની વધુ એક ઉત્કૃષ્ટ રચનાનો આસ્વાદ કરાવવા બદલ ખુબ ખુબ આભાર..

3. Nilesh Vyas - June 5, 2007

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

મનોજભાઈની એક સુંદર રચના…
—————

4. વિવેક - June 6, 2007

અદભૂત રચના… બધા જ શેર સુંદર છે…

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

- આ વધુ ગમી ગયા…

5. વિશ્વદીપ બારડ - June 6, 2007

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં…..

મનોજ ખંડેરીયાની સુંદર સંવેદનશીલ ગઝલ્. …
૨૦૦૪માં ભારતની મુલાકાત વખતે જુનાગઢની પણ મૂલાકાત સાથે સ્વ.મનોજ ખંડેરીયાના ઘેર જવાનો મોકો મળેલ તેમના પત્ની પૂનમબેન ને મળવાની તક મળી.. મનોજભાઈના ઘણાંજ સ્મરણૉની વાત થઈ ત્યારે આ દીલ ભરાઈ આવેલ્..કેમ ભુલી શકાય એ મહાન ગઝલકારને!!ઊર્મિ, આ ગઝલ અહીં બ્લોગ પર મૂકવા બદલ આભાર્.

6. naraj - June 7, 2007

exellent gazal of manoj khanderia…thanx urmiben darek sher manne jachi gayo

7. પ્રતીક નાયક - June 8, 2007

ખુબ સરસ ગઝલ, અને સુંદર ફોટો પણ.

8. manthanbhavsar - June 11, 2007

ખુબ સરસ ગઝલ
maro blog ma pan sari avi gazal che
see that
http://gujaratigazal.wordpress.com

9. pravinash1 - September 4, 2007

જીવતરમાં સત્તા ઘણી સોંપી હાથમાં
જીવન મૃત્યુનો કારોબાર રાખ્યો તેં