અરણ્ય-રુદન -પ્રીતિ શાહ/સેનગુપ્તા May 29, 2007
Posted by ઊર્મિસાગર in અછાંદસ, ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.trackback
પર્વત પર ચડીને
શિખરોને ધક્કા મારી મારીને
ગબડાવી દેવાં છે,
દરિયાને ખાલી કરીને રણમાં
વહાવી દેવા છે,
હવાના મહેલોને
મુઠ્ઠીએ મુઠ્ઠીએ
તોડી નાખવા છે,
રાત-દિવસના પડછાયાઓને
પૃથ્વીના પેટાળમાં
દાબી દેવા છે.
અને પછી, મા,
તમારા ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.
* * *
*

પ્રવાસકથાઓના સામ્રાજ્ઞીની સુંદર રચના….
સુંદર કાવ્ય….
હમણાં જ મેં એક અદભૂત પ્રવાસ (પરકમ્મા) વર્ણન વાંચ્યુ-
પરિક્રમા નર્મદા મૈયાની- અમૃતલાલ વેગડ
I recommend it to all.
very nice.thanks urmi,
good one
ખુબ ઉત્તમ, મને લાગે છે કે આ કવિતા લખતી વખતે કવિત્રી નુ મન ખુબજ ગુસ્સાથી ભરેલુ હશે…
Wow…nice!
માના ખોળામાં માથુ મૂકી રડવા માટે આવું કાંઈ પણ
કરવાની જરૂર ખરી.
અરે ત્યાંજો માથુ મૂકવાનો એક અવસર સાંપડે તો
આંસુનો બંધ ટૂટી જઈ ,બધુ વહી જાય અને શાંત
થઈ જવાય.