jump to navigation

અરણ્ય-રુદન -પ્રીતિ શાહ/સેનગુપ્તા May 29, 2007

Posted by ઊર્મિસાગર in અછાંદસ, ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.
trackback

mother_daughter.jpg 

પર્વત પર ચડીને
શિખરોને ધક્કા મારી મારીને
ગબડાવી દેવાં છે,
દરિયાને ખાલી કરીને રણમાં
વહાવી દેવા છે,
હવાના મહેલોને
મુઠ્ઠીએ મુઠ્ઠીએ
તોડી નાખવા છે,
રાત-દિવસના પડછાયાઓને
પૃથ્વીના પેટાળમાં
દાબી દેવા છે.
અને પછી, મા,
તમારા ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.

* * *

કવિ પરીચય

*

Comments»

1. વિવેક - May 29, 2007

પ્રવાસકથાઓના સામ્રાજ્ઞીની સુંદર રચના….

2. પંચમ - May 29, 2007

સુંદર કાવ્ય….

હમણાં જ મેં એક અદભૂત પ્રવાસ (પરકમ્મા) વર્ણન વાંચ્યુ-
પરિક્રમા નર્મદા મૈયાની- અમૃતલાલ વેગડ

I recommend it to all.

3. nilam doshi - May 29, 2007

very nice.thanks urmi,

4. shivshiva - May 30, 2007

good one

5. પ્રતીક નાયક - June 1, 2007

ખુબ ઉત્તમ, મને લાગે છે કે આ કવિતા લખતી વખતે કવિત્રી નુ મન ખુબજ ગુસ્સાથી ભરેલુ હશે…

6. Rachit - June 4, 2007

Wow…nice!

7. pravinash1 - October 8, 2007

માના ખોળામાં માથુ મૂકી રડવા માટે આવું કાંઈ પણ
કરવાની જરૂર ખરી.
અરે ત્યાંજો માથુ મૂકવાનો એક અવસર સાંપડે તો
આંસુનો બંધ ટૂટી જઈ ,બધુ વહી જાય અને શાંત
થઈ જવાય.