jump to navigation

સાંભરણ -માધવ રામાનુજ May 28, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, ગીત.
trackback

radha_awaits.jpg

રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો,
વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો.

             આંખોમાં સાંભરણ ખૂંચશે કણાની જેમ
                                                  પાંપણનાં દ્વાર કેમ દેશું?
             એક પછી એક પાન ખરશે કદમ્બનાં 
                                                   ને વેળામાં વીખરાતાં રેશું.

છલકાતું વહેણ કદી હોલાતું લાગે તો વેળુમાં વીરડા ગળાવજો.

             આઠમની ધોધમાર મધરાતે એક વાર
                                                  પાનીએ અડીને પૂર ગળશે,
             પાણીની ભીંતો બંધાઈ જશે
                                      ગોકુળને તે દી’ ગોવાળ એક મળશે.

લીલુડાં વાંસવન વાઢશો ન કોઈ, મોરપીંછિયુંને ભેળી કરાવજો.

             પૂનમની એકાદી રાતના ઉજાગરાને
                                                  સાટે જીવતર લખી જાશું,
             અમથુંયે સાંભરશું એકાદા વેણમાં 
                                                  તો હૈયું વીંધાવીને ગાશું.

ભવભવની પ્રીતિનું બંધારણ ભેટે તો વનરાવન વાટે વળાવજો!
લીલુડાં વાંસવન વાઢશો ન કોઈ, મોરપીંછિયુંને ભેળી કરાવજો.

* * *

કવિ પરીચય

*

વાંચો: ‘ગુજરાતી સારસ્તવ પરિચય’ની પ્રથમ વર્ષગાંઠ…

*

Comments»

1. માધવ રામાનુજ, Madhav Ramanuj « ગુજરાતી સારસ્વત પરિચય - May 28, 2007

[...] “રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે ક…“ [...]

2. chetu - May 28, 2007

આંખોમાં સાંભરણ ખૂંચશે કણાની જેમ
પાંપણનાં દ્વાર કેમ દેશું?
એક પછી એક પાન ખરશે કદમ્બનાં
ને વેળામાં વીખરાતાં રેશું..
EKDM SARAS..!

3. nilam doshi - April 9, 2008

nice song with very nice picture..