jump to navigation

એ મન હતું! May 25, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, ગઝલ.
26 comments

This is for someone…
very dear…
very near…
and
very special…!  ;-)

mc1.jpg 

શબ્દમાં રણક્યાં કર્યુ એ મન હતું,
કાવ્યમાં ઝળક્યાં કર્યુ એ મન હતું.

કાળજે સણક્યાં કર્યુ એ મન હતું,
યાદમાં સળગ્યાં કર્યુ એ મન હતું.

સો કસમ ખાધી હતી- ‘અળગાં થશું’,
મનને જે વળગ્યા કર્યુ એ મન હતું.

ઠાર્યુ કદી ઠરશે નહીં- થઇ ખાતરી,
તે છતાં ઠાર્યા કર્યુ એ મન હતું.

થઇ સિકંદર છોને ધ્રુજાવી ધરા!
ખુદથી જે હાર્યા કર્યુ એ મન હતું.

તરબતર અંતર હતું બસ પ્રેમથી,
તોયે બસ ઝૂર્યા કર્યુ- એ મન હતું.

સ્નેહનો વરસી રહ્યો’તો મેહુલો!
ઊર્મિને તરસ્યા કર્યું એ મન હતું.

* * * 

ઊર્મિસાગર

*