jump to navigation

શું વળે? -શિવજી રૂખડા May 23, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, ગઝલ.
trackback

sheep_meadow_sky_2.jpg

વાત બીજે વાળવાથી શું વળે?
ને હકીકત ખાળવાથી શું વળે?

આપણે તો આપણે, બસ આપણે,
જાત બીંબે ઢાળવાથી શું વળે?

ફક્ત કિરણ એક ઝીલી ના શક્યા,
સૂર્ય આખો ચાળવાથી શું વળે?

દોસ્ત, ઇચ્છાવન બહુ ઘેઘૂર છે,
ડાળખી ફંગોળવાથી શું વળે?

આપણો વિસ્તાર છે ફળિયા લગી,
ગામને ઢંઢોળવાથી શું વળે?

આંખ છે ખુલ્લી અને ઝોલે ચડ્યા,
દીપ ઝળહળ બાળવાથી શું વળે?

* * *

Comments»

1. pravinash1 - May 23, 2007

જિવન છે અણમોલ સખી કિરતારની ક્રુપા ઘણી
હસતાંકે રડતા જીવવું ફરિયાદ કરવાથી શું વળે

2. વિવેક - May 24, 2007

આખી ગઝલ જ અદભૂત છે…. બધા જ શેર સ્પર્શી જાય એવા છે.

આપણે તો આપણે, બસ આપણે,
જાત બીંબે ઢાળવાથી શું વળે?

દોસ્ત, ઇચ્છાવન બહુ ઘેઘૂર છે,
ડાળખી ફંગોળવાથી શું વળે?

3. પ્રતીક નાયક - May 24, 2007

ખરેખર સરસ છે…

4. કુણાલ - May 24, 2007

દોસ્ત, ઇચ્છાવન બહુ ઘેઘૂર છે,
ડાળખી ફંગોળવાથી શું વળે?

આ શેર વાંચીને એક ઉર્દુ શેર યાદ આવ્યો..

सोच कर आओ, कू-ए-तमन्ना है ये,
जान-ए-मन जो यहां रहे गया रहे गया…

ખુબ સુંદર ગઝલ…