jump to navigation

નહીં કરું -રઈશ મનીઆર May 21, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, ગઝલ.
trackback

flower_in_hand.jpg 

સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.

આખા ય એના રૂપને અંકિત નહીં કરું,
કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું.

આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર,
એકે ય ફૂલ હું કદી સંચિત નહીં કરું.

પામી ગયો, મજા તો બસ ઉથાપવામાં છે,
તેથી હું જાતને કદી સ્થાપિત નહીં કરું.

બીજું કશું ય કરવા સમું પ્રાપ્ત થાય તો,
સાચું કહું છું, હુંય પછી પ્રીત નહીં કરું.

રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.

* * *

આજકાલ હું શ્રી રઈશ મનીઆરની પ્રતિનિધિ ગઝલો એમનાં પુસ્તક ‘સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી’ માંથી માણી રહી છું…(આભાર, વિવેક!) એમાંની જ એક આ ગઝલ અહીં પીરસી છે.  હજી સુધી જેટલી પણ ગઝલો મેં વાંચી અને માણી છે, મને તો એ બધી જ ગઝલો એક એકથી ચડિયાતી લાગી… વાંચીને મોંમાથી અનાયાસે જ ‘WOW!!’ નીકળી જાય એવી આ ગઝલો વાંચી ત્યારે મને ખરેખર સમજાયું કે આપણા મિત્ર વિવેક એમનાં આટલા બધા વખાણ કેમ કરે છે!!!  :-)  

*

Comments»

1. પંચમ શુક્લ - May 21, 2007

સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.

kya baat hai !

2. કુણાલ - May 21, 2007

સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.

awesome….

બીજું કશું ય કરવા સમું પ્રાપ્ત થાય તો,
સાચું કહું છું, હુંય પછી પ્રીત નહીં કરું.

awesome twice..

રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.

માની ગયા… ખુબ સુંદર વાત કરી… આપણું heart, મન બધું જેટલું વ્યવસ્થિત રાખવાની કોશીશ કરીએ… આ પ્રભુ બેઠાં-બેઠાં વિખેરી જ નાંખે…

સલામ રઈશ સાહબ ને…

3. jayshree - May 21, 2007

એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઇશ’,
સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી.

http://tahuko.com/?p=570

4. વિવેક - May 22, 2007

સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.

-ગુજરાતી ભાષાના ચિરસ્મરણીય શેરની પંગતમાં સદાકાળ અગ્રસ્થાને બિરાજે એવો ઉત્કૃષ્ટ શેર…

(મણિયારની જગ્યાએ મનીઆર લખીશું?)

રઈશ મનીઆરના નામનો નાનકડો ખજાનો લયસ્તરો પરથી પણ મળી આવશે:

http://layastaro.com/?cat=95

5. Jugalkishor - May 22, 2007

સત્યને બહુ નાજુકાઈથી, સાચવીને પેશ કરવાનો કેવો નમણો પ્રયત્ન !!

હાથીની સૂંઢ ઝાડ પણ ઉખાડી શકે ને જમીન પરથી નાનો સિક્કોય ઉપાડી શકે એવી વિશેષતા ધરાવે છે. ગઝલની શબ્દ-શક્તિ માટેય એમ કહી શકાય.

6. ઊર્મિસાગર - May 22, 2007

સોરી દોસ્ત, એમનું નામ સુધારી લીધું છે… :-)

7. સુરેશ જાની - May 22, 2007

ભલે સુધાર્યું પણ એ જણ ‘મની’ નહીં પણ ‘મણી’ છે. બહુ જ મજાના માણસ અને ખુલ્લા દીલના.
અહીં આવ્યા ત્યારે એમણે મારી એકે એક કવીતા વાંચીને સુધારવા તેમના સુચનો આપ્યા હતા.