jump to navigation

અલબેલો અંધાર હતો -વેણીભાઇ પુરોહિત May 15, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

racing_pigeons_fullhouse_baby1.jpg

એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઇ પાયલનો ઝંકાર હતો.

જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી,
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો.

માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઇ હતી,
કુદરતની અદા, કુદરતની અદબ, કુદરતનો કારોભાર હતો.

ઊર્મિનું કબુતર બેઠું’તું નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવનસ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો.

* * *

કવિ પરીચય

*

Comments»

1. વિવેક - May 17, 2007

ઊર્મિનું કબુતર બેઠું’તું નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવનસ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો.

-ઘણા વર્ષોથી આ એક શેર મારી અંગત મિરાત સમો મેં સાચવી રાખ્યો હતો… આખી ગઝલ કદી વાંચી ન્હોતી… આભાર, ઊર્મિ !

-અને હા ! માસૂમ હવાના મિસરાઓ વાંચીને યાદ આવ્યું…. અંકિત ત્રિવેદીએ નવોદિત કવિઓની ગઝલોના કરેલા સંપાદનનું નામ “માસૂમ હવાના મિસરા” આપ્યું છે, એ નામ વેણીભાઈ પાસેથી જ ઉધાર લીધું લાગે છે…

2. સુરેશ જાની - May 17, 2007

બહુ જ સરસ લય અને બહુ જ સરસ શબ્દો.