મને ખૂબ જ શ્રદ્ધા બેસી ગઈ છે. -સૈફ પાલનપુરી May 8, 2007
Posted by ઊર્મિસાગર in અછાંદસ, ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.trackback
કાલ હું તારી ગલીમાં ભૂલથી આવી ચઢ્યો.
વર્ષો પહેલાંનો પરિચિત માર્ગ એ
વર્ષો પહેલાંનું પરિચિત એ મકાન -
મારા પગ થંભી ગયા -
તું નજર સામે હતી -
સાડીનો પણ એ જ રંગ
એ જ આંખો -
એ જ એ મતવાલી ચાલ -
એ જ છલકાતી જવાની
એ જ છલકાતો પ્રણય
આટલા વર્ષો પછી.
તારામાંથી કાંઈ ઓછું થઈ શક્યું નો’તું અને
એ ભર્યા વિસ્તારમાં
કોઈની પરવા વગર
મેં તો સંબોધન કર્યું -
નામ તારું હોઠ પર આવી ગયું -
ઊંઘ ખંખેરીને જાણે સ્વપ્ન ખુદ જાગી ગયું.
* * *


પ્રેમ એ શ્રદ્ધા ને જિવઁત રાખનાર શક્તિ છે.!!!!