jump to navigation

મજબૂર -પ્રફુલ્લ દવે May 3, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

valley.jpg 

(બાજુમાં જ અંધકાર છે…  Lake George, NY - August 22, 2005)

કોઈ મારા પર સવાર છે, દોડી રહ્યો છું હું,
ચાબૂક છે, પ્રહાર છે, દોડી રહ્યો છું હું.

સીમા બીજાની છે, અને દિશા બીજાની છે,
હર ઈચ્છા નિરાધાર છે, દોડી રહ્યો છું હું.

પાંખો નથી, પગોથી આ પથ કાપવો કઠિન,
લાંબો અતિ વિસ્તાર છે, દોડી રહ્યો છું હું.

આંખો પરે છે ડાબલાં, સીધો પ્રકાશ છે,
બાજુમાં અંધકાર છે, દોડી રહ્યો છું હું. 

અંદરથી કોઈ ઊંચકે માથું સતત ભલે,
આ ક્ષણ અતિ લાચાર છે, દોડી રહ્યો છું હું.

* * *

કવિ પરિચય

*

Comments»

1. વિવેક - May 3, 2007

સુંદર ગઝલ…

તમારા ફોટોગ્રાફ્સ પણ સુંદર છે… શોભામાં અભિવૃદ્ધિ !

2. પ્રફુલ્લ દવે, Praful Dave « ગુજરાતી સારસ્વત પરિચય - May 3, 2007

[...] રચનાઓ - 1 - : - 2 - : - 3 - : - 4 - : - 5 - : - 6 - [...]

3. pravinash1 - May 3, 2007

મન હોય કે ન હોય આ સઁસારે
જિવનની વાટ પર દોડી રહ્યો છુઁ હુઁ

4. જય - May 6, 2007

જીવનપથ પર ચાલતાં ચાલતાં ઘણી વખત આવી મજબૂરીનો અનુભવ થાય છે ત્યારે ‘દોડી રહ્યો છું’ નો ભાવ નવી ક્ષિતિજો તૈયાર કરે છે, આગળ વધવાંનું માર્ગદર્શન આપે છે.