ગૌરવ-કથા ગુજરાતની -’શૂન્ય’ પાલનપુરી May 1, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.trackback
આજનો ગુજરાત દિન સૌ મિત્રોને ખૂબ ખૂબ મુબારક… આજે ગુજરાત વિશેની આગળ એકવાર મુકેલી ગઝલની પોસ્ટને જ હું ફરીથી મૂકું છું… જે મારી ઘણી પ્રિય ગઝલ છે. મારામાં તો હંમેશા આ ગઝલને વાંચતા કે ગણગણતા એક અનોખી જ ગુજરાતી-ખુમારી આવી જાય છે… જુઓ તમે પણ ટ્રાય કરી જુઓ!
ફરીથી દરેક ગુજરાતી મિત્રોને આપણું આ અમૂલ્ય ગુજરાતીપણું ખૂબ ખૂબ મુબારક!

વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.
‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,
દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની?
મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો,
રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની.
ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર,
ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની.
ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’
કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની.
માતા કેરા ચીર સાથે ખેલનારા! સાવધાન!
કૈં મહાભારત ન સર્જે ઉર વ્યથા ગુજરાતની.
શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.
***
આ આખી કવિતામાંથી કઇ કડીઓ બેસ્ટ છે એ નક્કી કરવું મારે માટે તો બિલકુલ અશક્ય છે… બધી જ કડીઓ એકબીજાથી ચડિયાતી લાગે છે. વળી, કવિની સાથે સાથે આપણનેય નથી લાગતું કે જિંદગી તો જ ધન્ય લેખાય કે “મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની”?? આ કવિતા વાંચીને જો કોઇ વાંચકના મુખારવિંદ પર ગુજરાતની અસ્મિતા અને ખુમારી નહિં ચમકી ઉઠે તો જ નવાઇ લાગશે!
જય ગુર્જરી!!

*

simply superb…. jay garvi gujarat
શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.
Hi Urmi.
I am sure…there are thousands of gujurati outside gujarat. And there are people like me living life away from home since last 10 years. I might need to live anywhere in the world. But I want to die in my hometown. My kids will study in the same school I studied. I feel great while reading this.
Thanks for posting nice poem.
A Gujarati, Himanshu
શહીદી, લોખંડી, સોમનાથ, ચીર જેવા શબ્દપ્રયોગો વડે ગાંધી, વલ્લભભાઈ, મુન્શી, કૃષ્ણ જેવા મહાનુભાવોનું અદભુત ચિત્રણ…. ‘શૂન્ય’માંથી સર્જન તે આનું નામ!
Ghani j saras kavita
sachi vat chhe
શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.
ઊર્મિ જી તમારી વાત સાચી છે . બધી જ કડીઓ એકબીજાથી ચડિયાતી લાગે છે.
જય ! જય ! ગરવી ગુજરાત !
જય ! જય ! ગરવી ગુજરાત !
દીપે અરુણું પરભાત,,
શ્રી નર્મદ ના શબ્દો છે.
આ ગઝલમાં ગુજરાતના મહાનુભાવો વણાયેલા છે તે તો વિવેકની કોમંટ વાંચી ત્યારે જ ખબર પડી. ‘વિવેક’ જેવી દૃષ્ટિ આપણને મળે.
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની !
જય જય ગરવી ગુજરાતની,જય ગુણવંતી ગુજરાતની !
જય સોમનાથ !!!!!!!જય મહાકાલ !!!!!!!!!
જય બોલો દ્વારિકાનાથની !!!!સૌ બોલો !!!!!!!
હર હર હર મહાદેવ……………. હર !
wah wah wah bahu saras
જય જય ગરવી ગુજરાત…
ખરેખર ઊર્મિ.. ‘અથ’ થી ‘ઇતિ’ સુધી ગમી જાય એવી રચના….
‘ગુજરાત દિન’ની શુભેચ્છાઓ…
ખુબ પુણ્ય કર્યા હોય તો ગુજરાતમાં જન્મ મળે
i want song jay jay garvi gujrat ni in writen form or mp3 plz send me at tanna.hardik@gmail.com
plz plz
જય ! જય ! ગરવી ગુજરાત !
જય ! જય ! ગરવી ગુજરાત !
શ્રી નર્મદ ના શબ્દો છે.
MANE AA MP3 SONG JOYE 6E.
PLS
MARA ID PAR THAI SAKE TO SEND KARO
kasak4shah@yahoo.co.in