ડાળખી April 23, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કથાકાવ્યો.trackback
(બરફવર્ષાથી કેમ બચું? મારી છત્રી કાણી છે… માર્ચ 16, 2007 )
નવા ઘરની બારીમાંથી
રોજ જોયાં કરું છું હું,
એને-
કેવી વળગી રહી છે એના ઝાડને એ ?!
ક્યારની હશે એ આમ ?!
સરસરાહટ છે હજી,
પણ પાંદડું એકેય નથી;
કેટલી નાજુક છે હજી,
પણ કુંપળ એકેય નથી !
જાણે, જીવંત જ નથી !
હા, મમતા હજી જીવંત છે.
જુઓને,
વિખુટા પડવાની વાતને
એણે,
ક્યાં સ્વીકારી છે ?!
એટલે જ તો,
ભલે ને કેટલાયે…
તોફાનોની જીક એણે ઝીલી છે,
વરસાદમાં એ પોતેય વરસી છે,
હિમવર્ષામાં એય થથરી છે,
તોયે હજી
એ વળગી રહી છે…
લટકી રહી છે…
હું રોજ અટકળ કરું છું કે-
પવનદેવ સાથેના જંગમા
આજે એ હારી જશે,
આજે જરૂર પડી જશે…
પરંતુ મને ખોટી પાડતી એ-
રોજ જ જીતે છે !
આજે,
અચાનક, જોઉં છું તો-
મારાં જ દર્શન મને કરાવતી એ,
દર્પણ બની ગઈ છે !
હવે મને ખાત્રી છે, કે
જ્યારે પણ હું બારી ખોલીશ-
ત્યારે,
મંદ મંદ હસતી,
ઝૂલતી ને ડોલતી,
મને ખોટી પાડતી,
એ ત્યાં જ હશે…
સદાય!!


જુગલકાકાને સાભાર પ્રણામ…
આ કાવ્યમાં ભાષા-શુધ્ધી લાવવાનાં પ્રાઇવેટ-લેસન આપવા માટે!
આજે,
અચાનક, જોઉં છું તો-
મારાં જ દર્શન મને કરાવતી એ,
દર્પણ બની ગઈ છે !
I liked this the most.
Really Nice one… Keep it up.
સરસ રચના
પરંતુ મને ખોટી પાડતી એ-
રોજ જ જીતે છે !
Very Good…!
બહુ જ સરસ રચના..જીવનનાં કપરાં સંજોગોમાં પણ ટકી રહેવાનો સુંદર સંદેશો આપતી આ કવીતા જરૂર પ્રેરણાદાયી બની રહેશે. કાવ્યોની પણ સ્પર્ધા(જેવી રીતે બ્લોગ્સ વચ્ચે સ્પર્ધા થઈ હતી)કરવામાં આવે તો કેવું?
સુંદર કાવ્ય…
WOW! Absolutely brilliant – very touching to see from your eyes/mind’s perspective.
Urmi, rachna sundar chhe..