મુક્તપંચિકા: સમય April 10, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.trackback

ભૂત, ભવિષ્ય,
વર્તમાનનાં-
સુંદર વાઘાં પે’રી
સદા અહીં જ
રમે સમય!
*
વિરહ ક્ષણ,
મિલન ક્ષણ,
સમયની કેટલી
ક્ષણો! ને મારી
એકેય નહિં?!
*
શું સમેટું હું?
વેરવિખેર
પળોની મીઠી યાદ?
કે યાદની એ
મધુર પળો?
* * *

કેટલી સાચી વાત છે, ઊર્મિ.. તમામ ક્ષણો સમયની જ છે. એમાંથી આપણી?
-જયદીપ
મુક્તપંચિકાઓને સ્વતંત્ર કાવ્યપ્રકાર તરીકે આપણું સાહિત્ય સ્વીકારી લે એ માટે નેટ છોડીને કો’કે મિડીઆ તરફ વળવું પડશે…
વિરહ ની ક્ષણ, મિલનની ક્ષણ , યાદોને ‘યાદ’ કરતી ક્ષણ- બધી જ ક્ષણો..પણ ભાવો જુદા, લાગણી જુદી..અને આ જુદાપણું જ સમય ને માણવાનું આમંત્રણ આપે છે..જો જુદાપણું ન હોય તો જીવનની મજા શી રીતે લઈ શકાય? ‘સંવેદન’ વગરની પળો ‘યંત્રમાનવ’ જેવી યાંત્રિક બની જાય છે.
મુક્તપંચિકાઓ વાંચવાની મજા આવે છે. જીવન ની મહત્ત્મ ફિલસુફીઓ થોડામાં દર્શાવી જાય છે.. આ તો મારૂં માનવું છે..જય
સરસ હાઈકુ ઊર્મિબેન
સમય એક એવી વાસ્તવિકતા છે જે બધાએ સ્વીકારવી જ રહી.