jump to navigation

મુક્તપંચિકા: સમય April 10, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.
4 comments

clock-cartoon.jpg

ભૂત, ભવિષ્ય,
વર્તમાનનાં-
સુંદર વાઘાં પે’રી
સદા અહીં જ
રમે સમય!

*

વિરહ ક્ષણ,
મિલન ક્ષણ,
સમયની કેટલી
ક્ષણો! ને મારી
એકેય નહિં?!

*

શું સમેટું હું?
વેરવિખેર
પળોની મીઠી યાદ?
કે યાદની એ
મધુર પળો?

* * *

ઊર્મિસાગર

*

‘સમય’ પર મુક્તપંચિકાઓ - સહિયારું સર્જન પર…

*