jump to navigation

સગપણ ક્યાં છે? -પ્રબોધ જોશી April 4, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.
trackback

mor_sml.jpg

અમે મોર હોઈએ તો -
અમારાં ખરેલાં આંસુ વીણજો.

વાદળ સમા તરતા પ્રસંગોને
અમે બોલાવશું -
તમે વરસજો.

આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો.

* * *

Comments»

1. વિવેક - April 5, 2007

મજાનું કાવ્ય…

2. સુરેશ જાની - April 6, 2007

શા માટે આવતા ભવે? આ ભવમાં મળે તે જ સાચું …

3. chetu - April 6, 2007

આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો

આ ભવ નુ અધુરુ રહી ગયેલુ આવતા ભવે પુરુ થાય કદાચ્..!…

4. naraj - April 7, 2007

હુ અહર્નિશ શોધુ છુ એવા સરસને
જળનુ સરનામુ ક્યારે મળશે તરસને
આ ભવે નહી આવતા ભવે મળશુ
વીતતા ક્યાઁ વાર લાગે છે વરસને

5. pravinash1 - April 19, 2007

અમને મળવા અમારો ટહૂકો સુણવા
રઁગોની મોજ માણવા આવી ચડજો