jump to navigation

સગપણ ક્યાં છે? -પ્રબોધ જોશી April 4, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.
5 comments

mor_sml.jpg

અમે મોર હોઈએ તો -
અમારાં ખરેલાં આંસુ વીણજો.

વાદળ સમા તરતા પ્રસંગોને
અમે બોલાવશું -
તમે વરસજો.

આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો.

* * *