jump to navigation

આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે -ખલીલ ધનતેજવી April 1, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

heart_tear.jpg 

આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,
મેઘ વરસી પડે તો ફલક ઊઘડે.

ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,
પોપચાં થરથરે ને પલક ઊઘડે.

રોજ લાગે કોઈ યાદ કરતું હશે,
રોજ છાતીમાં ઝીણી સલક ઊઘડે.

પારકા દેશમાં તારી યાદ આવતાં,
ઘર તો ઘર, આખેઆખો મલક ઊઘડે.

છો ખલીલ! આજ મન થોડું હળવું થતું,
આંખમાં છોને ભીની ઝલક ઊઘડે!

* * *

Comments»

1. કુણાલ - April 2, 2007

રોજ લાગે કોઈ યાદ કરતું હશે,
રોજ છાતીમાં ઝીણી સલક ઊઘડે.

ખુબ સુંદર…

2. chetu - April 3, 2007

ખુબ સુંદર ચિત્ર..કાવ્ય ને અનુરૂપ્.ને શબ્દો પણ કેવા મજાના?…યાદ અને આંસુઓ નો તો ગહેરો સંબંધ છે..!ઍટ્લે આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,
મેઘ વરસી પડે તો ફલક ઊઘડે…!…VERY NICE ..!

3. વિશ્વદીપ બારડ - April 4, 2007

રોજ લાગે કોઈ યાદ કરતું હશે,
રોજ છાતીમાં ઝીણી સલક ઊઘડે…સુંદર ભાવો..

યાદમાં.. ફરિ-યાદમાં દિવસો જાય પરદેશમાં,
આમને આમ, દિવસો વિતી જાય પરદેશમાં