આજ્ઞાંકિત મન March 24, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.trackback
ઘણું સમજાવ્યું મેં
મારા રક્તને,
પણ એણે રંગ
ન જ બદલ્યો !
ઘણું સમજાવ્યું મેં
મારા અંતરને,
પણ એણે સંગ
ન જ બદલ્યો !
જરા જો સમજાવ્યું મેં
મારા મનને,
તો એ બિચારું-
તરત જ સમજી ગયું!!
* * *
ઊર્મિસાગર
*

sweet and simple.
saryu Parikh
hmmm… sweet & short but touchy
very good Urmi
સરસ!
મને માફ કરજો. કે મેં કવિ નુ નામ ન લખ્યુ મારા બ્લોગ મા. તમારા પ્રતિભવ જોઈ, હવે હું યાદ રખીશ…
લોહી અને હૈયુ બેતો એવા અનાડી
વિનવું છતાંય ‘હા’ ના પાડી
અંતર માંથી જે વાણી ઉદ્ભવે છે તે અંતરનાદ. ‘અંતર’ અને ‘મન’ વચ્ચે’ નો તફાવત સમજવાનો પ્રયત્ન કરૂં છુ. મન ક્દાચ જલ્દી માની જાય એટલે એની પોતાની સ્વતંત્ર વાણી નથી; આપણે મનોનાદ કહેતાં નથી. અંતરનાદ માનવી ના જીવન નું ક્દાચ સત્ય સ્વરૂપ નિર્દેશ કરે છે અને એટલે જ એ વ્યક્તિગત છે, એ વ્યક્તિ પૂરતો સીમિત છે; અને જેમ જેમ એ નાદ ફેલાતો જાય છે, તેમ તેમ એનું વર્તુળ વિસ્તરતું જાય છે અને ત્યારે મન અને અંતર એક બની જાય છે. મન, જે અંતર માંગે છે, તેવી અવસ્થા પ્રાપ્ત કરે છે. આદ્યાત્મિક દ્રષ્ટિએ આંતરિક અવસ્થા માનસિક અવસ્થા ની પર છે એટલે એને પામવી મુશ્કેલ છે, મનન કર્યા વગર એ મળી શકે નહિ, મન એને પામવાનું સાધન બની જાય છે. અંતર ને જ્યારે મન માનતું થાય ત્યારે જ સાચી રીતે એ આજ્ઞાંકિત બને છે, એમાં સત્યનો પડઘો પડે છે, અને જીવન હળવું બને છે.પણ એ અવસ્થા મેળવવી બહુ અઘરી છે.
અઝીઝ ટંકારવી નો એક શેર:
ઊડ્યા કરવાની પેરવી કરતું રહ્યું સતત,
પંખી આ મનનું કેટલું ભોળુંભટાક છે.
કોઈક મને સમજાવો આ અંતર અને મન ની ગુઢ વાતો..સમજાતી નથી.
ખુબ જ સુંદર રચના…
મારા મતે જ્યારે મન આજ્ઞાંકિત બને અને હૈયું ન માને ત્યારે મન ના બદલે હૈયું જે કહે તે કરવું જોઇએ…..
તમારું શું માનવું છે???
ઊર્મિસાગર હવે તમે મારી ક્રુતિ “A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z” update કરી છે…
મન સમજી જાય એનાથી ઉત્તમ બીજુ શું હોઇ શકે?સુન્દર રચના..અભિનન્દન,ઉર્મિ,