jump to navigation

તારી ને મારી જ ચર્ચા -ખલીલ ધનતેજવી March 20, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

lovebirds.jpg

તારી ને મારી ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી!

આપણે એકાંતમાં ક્યારેય ભેગા ક્યાં થયાં ?
તોય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી!

આપણે એક સાથે શ્વાસોશ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી!

કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું ?
આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી!

આપણે તો પ્રેમનાં અરમાન પુરવાના હતા,
કાં અજુગતી કોઈ ઈચ્છા આપણી વચ્ચે હતી!

આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,
ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી!

યાદ કર પુણ્યશાળી પાપની એકેક ક્ષણ
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી!

એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે મંથરા આપણી વચ્ચે હતી!

* * *

Comments»

1. sagarika - March 21, 2007

કોઈ એક શેર વિષે કેમ કહેવું કે આ સારો છે!!! શું અભિવ્યક્તિ છે!!! શબ્દો પાસે થી શું કામ લીધું છે!!! nice,.

2. વિવેક - March 21, 2007

યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી!

એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી!

-મનભાવન ગઝલ…

3. pravina Avinash Kadakia - March 21, 2007

એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ
એજ ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી

wonderful

4. JAYSHREE - March 21, 2007

EXCELLENT……!!

5. Neela Kadakia - March 21, 2007

જોને આપણે બંન્ને ને વાત કરવી છે
પણ દિવસ રાતની ક્ષણો વચ્ચે હતી.

6. વિશ્વદીપ બારડ - March 21, 2007

એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી!

* * *સુંદર !!

7. ધવલ - March 21, 2007

યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી!

- બહુ સરસ વાત !

8. radhika - March 22, 2007

nice..excellent…

9. Suresh Jani - March 22, 2007

ખલીલ ની નવી જ ગઝલ વાંચવા મળી. આભાર
તેમને સાભળવાનો લ્હાવો મળ્યો હતો - અમદાવાદમાં - 26, જાન્યુઆરી - 2003ના દિવસે. બુલંદ ઊંચાઇ અને બુલંદ અવાજ અને સાવ કંઠસ્થ રજુઆત.

10. chetu - March 28, 2007

A GAZAL MANAHR UDHASJI NA SWAR MA SAMBHLVANI PAN MAZA PADE CHHE

11. pravinash1 - March 28, 2007

એક ક્ષણમાં અંતર પડી ગયા ભવભવના
ઈશ્વરની ઈચ્છા આપણી વચ્ચે હતી

12. Jugalkishor - April 6, 2007

અત્યંત નાજુક સંબંધોની
અત્યંત બળુકી રચના !

ઝાકળ જેવા વ્યવહારોને
ધગધગતા પાત્રમાં ઝીલીને
દર્શાવતી રચના !

ઝાડને ઊખેડી શકતી સૂંઢની તાકાત
જમીન પર પડેલો સિક્કોય ઉપાડી લે
એવી શબ્દો (ભાષા)ની
તાકાત ને નજાકતનું
પ્રાકટ્ય.

કવિકર્મ !!