ઘાવ હજી પણ તાજા છે -શોભિત દેસાઈ March 17, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.trackback
શબ્દો જેવા કાગળ પરના ઘાવ હજી પણ તાજા છે,
પાણી જેવા ઝાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.
વાત પ્રસંગોની ને સામે ચોમાસું ભરપૂર હતું,
‘કોઈ નથી’ની અટકળ પરના ઘાવ હજી પણ તાજા છે.
નથી નીકળતા લીલા શ્વાસો એક અજાણ્યા ચહેરાના,
આંસુ જેવા મૃગજળ પરના ઘાવ હજી પણ તાજા છે
હતી ઉદાસી આંખોમાં પણ ચહેરે જુદો ભાવ હતો,
કોઈ તૂટેલી સાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.
* * *

સુંદર ગઝલ… ઘાવ પણ તાજા અને બયાની પણ તાજી જ… વાહ!
ગઝલના શબ્દો માર્મિક છે. તેમાંય જ્યારે શોભિત દેસાઈ પોતે જ્યારે ગઝલ રજૂ કરે ત્યારે એની ગઝલ વધારે દિપી ઉઠે એ.. હ્યુસ્ટનમાં બે વખત આવેલ અને એમને સાંભળવાનો અને મળવાનો સરસ મોકો મળેલ..
અમૂક ઘાવ ગમે તેટલા જૂના હોય પણ
સદાકાળ તાજા જ લાગતા હોય છે
હતી ઉદાસી આંખોમાં પણ ચહેરે જુદો ભાવ હતો,
કોઈ તૂટેલી સાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.
તૂટેલા સંબંધોના ઘાવ … આ શેર બહુ જ ગમ્યો .
સરસ ગઝલ છે.
chhand dosh chhe jemathi mukt thavu joiae.
આપણા બે વચ્ચેની [ચેટીંગની] મુલાકાત પણ તાજી છે.
નથી નીકળતા લીલા શ્વાસો..
માણવાની મજા આવી.