મુક્તક: કંકોતરી -અમૃત ‘ઘાયલ’ March 13, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, મુક્તકો/શેર.trackback

કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે,
એને પસંદ છો હું નથી, શાયરી તો છે,
વર્ષો પછી યે બેસતા વરસે એ દોસ્તો,
બીજું તો નથી એમની કંકોતરી તો છે!

મનહર ઉધાસના કંઠે સ્વરબદ્ધ થયેલ આસીમ રાંદેરીની કંકોતરી મારી ખૂબ જ પ્રિય છે…
આજે તો સાંભળતા સાંભળતા આ મુક્તકની સાથે લખી જ દીધી!


વર્ષો પછી યે … વરસે દોસ્તો? ??
મને આ ત્રીજી લીટી બરાબર સંભળાઇ નહીં… કોઇને ખબર હોય તો જણાવશો એટલે અહીં સુધારી શકું.
as per my understanding,
Varsho Pachhiye Besata Varshe, He Dosato…
હા મને પણ એવુ જ સંભળાય છે જયશ્રી
વર્ષો પછી ય બેસતા વર્ષે હે દોસ્તો….
આભાર જયશ્રી અને રાધીકા… મેં ત્રીજી લીટી સુધારી લીધી છે.