jump to navigation

કંકોતરી -આસીમ રાંદેરી March 13, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

kankotri.gif 
lostrip.giflostrip.gif

મારી એ કલ્પના હતી કે વિસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે.

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ.

રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ.

જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે.

જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે.

દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે,
કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો…
તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો…
હાથોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો…
મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો…

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશે હું એનો એજ છું.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

lostrip.gif

 

Comments»

1. મુક્તક: કંકોતરી -અમૃત ‘ઘાયલ’ « ઊર્મિનો સાગર - March 13, 2007

[...] કંઠે સ્વરબદ્ધ થયેલ આસીમ રાંદેરીની કંકોતરી મારી ખૂબ જ પ્રિય છે… આજે સાંભળતા [...]

2. 'વિવેક' « સહિયારું સર્જન - March 16, 2007

[...] દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે, કંકોતરી …  [...]

3. nilam doshi - March 17, 2007

મારી પ્રિય કંકોત્રી..અહીં સાંભળવાને બદલે વાંચવાની મજા આવી.

4. Amit pisavadiya - March 18, 2007

બહુ સરસ ગઝલ છે અને મનહર ઉધાસે કંઠ પણ બહુ સરસ આપ્યો છે…

5. viral patel - May 12, 2007

It is very beautiful Gazal. I like it very much
Viral Patel
Baroda
Gujarat, India

6. Pritesh Patel - May 12, 2007

Good to have this type of material on internet. It’s reflect our culture and society.

7. hitesh - July 14, 2007

how can i download this gazal free…… i want this gazal

8. ravi - December 13, 2007

Mr. ravi vaghasiya