આ ક્ષણને માણો! March 5, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.trackback

ક્ષણ ક્ષણ કરીને, જુઓ, સઘળી ચાલી ક્ષણો.
રાહ જુઓ છો જેની તમે, ન પણ આવે એ ક્ષણો,
બનાવો એ જ જીવનમંત્ર- ‘આ ક્ષણને માણો!’
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો…
આ જ ક્ષણમાં મળશે બધી ચિરાનંદની ખાણો,
ચાલી જશે એ, રોકી શકે ના, એને કો’ મહારાણો,
સમજે જે આ સત્ય સનાતન, એ જ નર છે શાણો,
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો…
માણ્યા કરો! ના કરશો કોઇ, એના ખાલી વખાણો,
પસ્તાશે જે અવગણશે આ સમય કેરી સરાણો,
અંતરની વાણીમાંથી યે એક જ સૂર સંભરાણો,
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો!
આ ક્ષણને માણવા હું ય નિજ અંતરમાં ગુંડાણો,
ઊર્મિના સાગરમાં આવી હું ય ક્યાંક ખોવાણો,
છો લાગે મને કો’ ક્ષણે, મુજ ઊર-સાગર તો કાણો,
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો…
* * *
હેપ્પી બર્થ ડે, સુરેશદાદા!!
‘સહિયારું સર્જન’ પર દાદાની બર્થ ડે સરપ્રાઇઝ!
* * *
ઊર્મિસાગર
*

[...] આ આખું કાવ્ય અહીં વાંચો… [...]
સરસ રચના….
બહુ જ સરસ ભાવ અને સરસ પ્રાસ મેળ . મારા વાક્યનું સરસ ભાષ્ય ….
અંતરની વાણીમાંથી યે એક જ સૂર સંભરાણો,
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો!
સુંદર જીવન જીવવાનું પ્રેરકબળ આ વિચારશીલ રચનામાંથી જરૂર મળે છે. આપણે સૌ દાદાની નવપલ્લવિત જીવન-જ્યોત ના અનંત પ્રકાશપૂંજ માંથી પ્રેરણાં લઈ કોઈ પણ સંજોગોમાં મળેલી હર એક ક્ષણ ને ખુબ ઉલ્લાસ થી માણીએ.
ક્ષણ ક્ષણનો શંભુમેળૉ આ જીવન
તેને માણો પિછાણો ઉજાળો જીવન
[...] “આ ક્ષણને માણવા હું ય નિજ અંતરમાં ગુંડ… ” [...]
Chir anandni khano nu thekanu khshanma chhe pan apane vichari ne amal karvano praytna kariye tya khshna sari jay chhe. Mane lage chhe khshanne pakadvani na hoi pan Jagrutima manvani hoi. astu.