હાઇકુ - 2 : ફાગણ અને હોળીનાં રંગો March 3, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ.trackback
ફાગણ આવ્યો, હોળી સળગી, કેસૂડો જોઇ
પણ સાજન વિણ હોમેલી એક ઇચ્છા- યાદ આવ્યું, કે હું ય
મને ના ભાવ્યો! કાં ન સળગી? કેસૂડો હતી!

લજ્જા ઊભી, રંગો શેં રંગે
શેં કહું તુજને પ્રિયે? મને? રંગાઇ છું હું
‘હા, રંગો મને!’ તો શ્યામ રંગે!
* * *
ઊર્મિસાગર
*
‘સહિયારું સર્જન’ પર ફાગણ અને હોળી વિષય પર કાવ્ય લખવાનું આમંત્રણ!

મીરાંની પંક્તિ યાદ આવી જાય એવું હાઈકુ છે :
‘ઓઢું હું કાળો કામળો, દુજો રંગ ન લાગે કોઈ !’
શ્યામ શબ્દનો શ્લેષ ઉત્તમ છે ! મીરાંમાં ‘કાળો’ શબ્દ આવી રીતે શ્યામ (કૃષ્ણ)ને યાદ કરાવનારો બનતો નથી.. તમે એને અત્યંત સહજતાથી કનૈયો બનાવી દીધો છે.
મઝાની વાત એ છે કે શ્યામ પોતે રંગીલા હોવા છતાં બધા જ રંગથી પર હતા. એની કાળપ બધા રંગોને પી જનારી એટલું જ નહીં, બધા રંગોની ઉપરવટ રહેનારી-બધા રંગોનેય ઝાંખા પાડી દેનારી-હતી.
તમારા હાઈકુમાં કૃષ્ણમય હોવાની જાહેરાત બળકટ રીતે પ્રગટ થઈ છે એમાં ‘શેં’ નો ફાળો બહુ મોટો છે. અભિનંદન.
સુંદર હાઈકુ છે.
સારા હાઇકૂ લખવા બહુ જ મુશ્કેલ હોય છે, તે આ વાંચતાં સમજાયું. મારાં કાવ્યો બહુ સરળતાથી સોનેટ કેમ થઇ જાય છે તેનું રહસ્ય હવે પકડાયું !!
આટલા જ અક્ષરોમાં ભાવની આટલી નાજુક અભિવ્યક્તિ.
બહોત ખૂબ ……
રંગાઇ છું હું તો શ્યામ રંગે.
ખૂબ સુન્દર.અભિનન્દન્