હાઇકુ - 2 : ફાગણ અને હોળીનાં રંગો March 3, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ.4 comments
ફાગણ આવ્યો, હોળી સળગી, કેસૂડો જોઇ
પણ સાજન વિણ હોમેલી એક ઇચ્છા- યાદ આવ્યું, કે હું ય
મને ના ભાવ્યો! કાં ન સળગી? કેસૂડો હતી!

લજ્જા ઊભી, રંગો શેં રંગે
શેં કહું તુજને પ્રિયે? મને? રંગાઇ છું હું
‘હા, રંગો મને!’ તો શ્યામ રંગે!
* * *
ઊર્મિસાગર
*
‘સહિયારું સર્જન’ પર ફાગણ અને હોળી વિષય પર કાવ્ય લખવાનું આમંત્રણ!
