લે’રખી March 2, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.trackback
ઓ’લા વાયરાએ
લે’રખીને કાનમાં
એવું તે
શું કહ્યું?
કે
લે’રખી
બની ગઇ
અચાનક
વાવાઝોડું?!
* * *
ઊર્મિસાગર
*


ઓલા વાયરાએ
લેરખીને કીધું જૈ કાનમાં
( સમજાવી સાનમાં)
કે હાલ્યને ફાગણનું આંગણું વાળીએ !
ફાગણના અડી ગેલા અંશે
લેરખી
વાયરાને લૈ ગૈ અંકાશે
ને બની ગૈ ક્યારે વંટોળીઓ—
કોણ ભલા જાણે !
લે’રખી બની
શેં વાવાઝોડું?
કાનની હતી
એ તો ભ્રમણા
કહેવા દે ને !!!!!!!!!!
સુંદર લઘુકાવ્ય…
લે’રખી એટલે શું?
લે’રખી એટલે લહેરખી…. હવાનું એક હલકું ઝોકું!
આપણે જે રીતે ચાલુ (સુરતી) ભાષામાં બોલીએ, એ રીતે જ લખ્યું છે…. લે’રખી!
બહુ જ સરસ અને નવીન કલ્પના–જો કાવ્યો ને પણ ‘પેટન્ટ’ આપવામા આવે તો, તને જરૂર મળે.