‘હા’ -સૈફ પાલનપુરી February 18, 2007
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.trackback
પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ,
કેવી નાદાની સંજોગવત થઇ ગઇ.
હાર કે જીત જેવું કશું ના રહ્યું,
જિંદગી એક અમસ્તી શરત થઇ ગઇ.
નામ આવ્યું તમારું કે કિસ્સો ખતમ,
લાગણીઓ બધી એકમત થઇ ગઇ.
મારા દિલ પર વધુ ભાર એનો રહ્યો,
એમની જો કદી ‘હા’ તરત થઇ ગઇ.
જિંદગીએ હસીને કહ્યું મોત ને,
આપણી વચ્ચે કેવી રમત થઇ ગઇ.
સ્વપ્ન નો’તું - છતાં જઇને ભેટી પડ્યા,
‘સૈફ’થી ભૂલ કેવી સખત થઇ ગઇ.
* * *

નામ આવ્યું તમારું કે કિસ્સો ખતમ,
લાગણીઓ બધી એકમત થઇ ગઇ.
- સરસ ગઝલ !
સુંદર ગઝલ..
સરસ ગઝલ, ઊર્મિ !
Nice one!
સૈફ પાલનપૂરી ના આ શેરો કદાચ વાસ્તવિક ગાંભીર્ય દર્શાવે છે, નહિ?
મને દોસ્તોના અનુભવ ન પૂછો.
હવે દુશ્મનો પર્ ભરોસો કરૂં છુ.
હું તો વિચારતો રહ્યો - ખુણે ઊભો રહી
મારી નજીક થી જે ગઈ, જિંદગી હતી.
મને દોસ્તોનો અનુભવ ન પૂછો
હવે દુશ્મનો પર ભરોસો કરું છું
‘જીવનનું આ સત્ય કડવું છતાં સાચું છે.’
જિંદગીએ હસીને કહ્યું મોત ને,
આપણી વચ્ચે કેવી રમત થઇ ગઇ.
સરસ…