તસ્બી: નિર્વાણતંદ્રા -પંચમ શુક્લ February 26, 2007
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.7 comments
અચાનક અકળ કૈં દ્રવી જાય છે,
ઝીલું ત્યાંજ એ ઝરમરી જાય છે.
ધધખતાં હ્રદયની ધમણ ફૂંક પર,
રુધિર લોહરસમાં ઢળી જાય છે. (more…)
ભરોસો કરું છું -સૈફ પાલનપુરી February 22, 2007
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.2 comments
અમોલા વિચારોનાં પુષ્પો ધરું છું
ગઝલ-પ્રેમ મારો પ્રદર્શિત કરું છું.
નયનથી વહાવી જિગર-ખૂન આજે
પ્રણયની કથાઓમાં લાલી ભરું છું. (more…)
‘હા’ -સૈફ પાલનપુરી February 18, 2007
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.7 comments
પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ,
કેવી નાદાની સંજોગવત થઇ ગઇ.
હાર કે જીત જેવું કશું ના રહ્યું,
જિંદગી એક અમસ્તી શરત થઇ ગઇ. (more…)
એ પ્રેમ છે! February 14, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો, મુક્તકો/શેર.9 comments
મારા પ્રેમને અર્પણ…સપ્રેમ !

હું શબ્દોથી જો કહું તને કે પ્રેમ છે, એ પ્રેમ છે?
જે ઊર્મિને મઢવાને શબ્દો કમ પડે એ પ્રેમ છે.
સાથનો અહેસાસ દુરતામાં રહે એ પ્રેમ છે.
મિલનની જો પ્યાસ મિલનમાં રહે એ પ્રેમ છે.
દે ભલે ને, દુ:ખ વિરહનું કાળજે નાશૂર બની,
સ્મિત બનીને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.
અપેક્ષાની છાસને અહર્નિશ વલોવ્યા કરો,
ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.
મારું નથી, તારું નથી, અસ્તિત્વ તો છે સાથનું,
સમજણ એવી ક્યાંકથી આવી ચડે એ પ્રેમ છે.
પળે પળે ચણાયેલાં આ ભૂતકાળનાં ખંડહરો,
એકાદ પળ આવી ફરી ચણતર કરે એ પ્રેમ છે.
આવે કદી જો ઓટ મારા ઊર્મિના સાગર મહીં,
તુજ યાદની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.
* * *
‘સહિયારું સર્જન’ પર પ્રેમની કાવ્યાત્મક વ્યાખ્યા લખવાનું આમંત્રણ!
* * *
ઊર્મિસાગર
*
પ્રેમ એટલે- February 14, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો, મુક્તકો/શેર, મુક્તપંચિકા/હાઇકુ.3 comments
પ્રેમનો આ દિવસ મુબારક હો સૌને!
ઇચ્છાઓ ફળે સૌ તમારી તમોને!
એક જ દિવસ તે વળી હોતો હશે પ્રેમનો?
જરૂરત આ દિ’ની છે હર દિન અમોને!
- હાઇકુ -
પ્રેમ એટલે
હર વ્યાખ્યાથી પર-
ઊર્મિનું હેમ!
* * *
પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…
પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…
પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…
પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ…
*
‘સહિયારું સર્જન’ પર પ્રેમની વ્યાખ્યા કરવાનાં વિષય ઉપર લખેલી રચનાઓ…
* * *
ઊર્મિસાગર
*
એક લોકકથા -સૈફ પાલનપુરી February 11, 2007
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, નઝમ.7 comments
એક રાજાએ એક પંડિતને એવું એક ફરમાન કર્યું
આજ સુધી ના ખીલ્યાં એવાં જ્ઞાની ફૂલ ખિલાવી ધ્યો;
સ્મિત કરીને પંડિત બોલ્યા- ‘રાજન, મારું કામ નહીં’
એ માટે તો ક્યાંકથી કોઇ પ્રેમિકા બોલાવી લ્યો. (more…)
પરબનાં પાણી -ડૉ.દિનેશ શાહ February 8, 2007
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.3 comments
પરબનાં પીધાં મેં પાણી
માડી, તારી પરબનાં પીધા મેં પાણી…
ધખધખતા વૈશાખી આકાશ નીચે
કંતાયેલી કાયા તોય પાણી સીંચે
તરસ્યો મુસાફર ને પગ: કાંટા નીચે
એના થંભે પગલાં સૂણી મીઠી વાણી
પરબનાં પીધાં મેં પાણી… (more…)
શા માટે? -વેણીભાઇ પુરોહિત February 1, 2007
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.4 comments
જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?
આ આંખ ભટકતાં થાકી ગઇ, આ પ્રેમને પોરો ખાવો છે,
કોઇ દિલની સરાઇ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે? (more…)


