jump to navigation

જ્યારે પુછ્યું તમે, કેમ છો? January 27, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
trackback

indian_girl.jpg 

મુજ ઊર્મિએ શમણાંનો માળો બાંધ્યો,
નયનથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

પાનખરમાં વસંતનું આગમન થયું,
સ્મિતથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

સંગીતના સૂર બધા છેડાયા એકસાથ,
સ્પર્શથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

વિરહમાંયે લાગ્યું કંઇક મિલન જેવું,
ઊર્મિથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

પણ, એજ ઊર્મિએ આજે દમ તોડ્યો,
મુખથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

* * *

સહિયારું સર્જન પર ‘કેમ છો?’ વિષય પર લખેલી રચના !

* * * 

ઊર્મિસાગર

*

Comments»

1. Jayshree - January 28, 2007

સરસ રચના, ઊર્મિ…!!

2. bansinaad - January 28, 2007

પ્રીતમ લખલાણીનુ એક કાવ્ય:

અચાનક
ક્યારેક્
કોઈ સવારે
બારીએ ડોકાતાં
અમે બે પડોશી
એકમેકને અમસ્તું જ
પૂછી બેસીએ છીએ:
“કેમ છો?”
ત્યારે વરસોથી
બે ફળિયા વચ્ચે
અંકાઈ ગયેલ થોરની વાડમાં
તે ક્ષણે
સંબંધનું એક ગુલાબ મહેંકી ઊઠે છે.

‘દમક’ માંથી, પૃ. ૬૪