રાષ્ટ્રગીત -રવીન્દ્રનાથ ટાગોર January 26, 2007
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.trackback
ગણતંત્ર દિવસની સૌ મિત્રોને શુભેચ્છાઓ!
જન ગણ મન અધિનાયક જય હે,
ભારત ભાગ્યવિધાતા…
પંજાબ સિન્ધુ ગુજરાત મરાઠા
દ્રાવિડ ઉત્કલ બંગ…
વિંધ્ય હિમાચલ યમુના ગંગા
ઉચ્છલ જલધિ તરંગ…
તવ શુભ નામે જાગે…
તવ શુભ આશીષ માંગે…
ગાહે તવ જયગાથા
જન ગણ મંગલદાયક જય હે,
ભારત ભાગ્યવિધાતા…
જય હે… જય હે… જય હે…
જય જય જય જય હે…!
* * *
નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વાર ડિસેમ્બર ૨૮, ૧૯૧૧ ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને ૨ જાન્યુઆરી, ૧૯૪૭ ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સમ્માનિત કરાયું હતું.
અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક પહેલી તથા છેલ્લી કડી ને ૨૦ સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે.
(સાભાર વિકિપિડિયામાંથી)
*
સહિયારું સર્જન પર દેશભક્તિ અને શહીદી પર કાવ્યકૃતિ લખવાનું સૌને આમત્રંણ!
*


આપણા દિલ મા દેશ પ્રેમ ની જ્યોત હમેશ પ્રજ્જ્વલિત રહે એ અભ્યર્થના..!
ભારત રક્ષક ફોરમની આ વેબ સાઈટ માં ભારતીય ડીફેન્સ ને લગતી ફોરમ મુકવામાં આવેલી છે. આ બધી ફોરમો માં દેશ ના સંરક્ષણ વિષે ઘણાં વિચારો ની આપ-લે થાય છે. ભારતીય સ્પેસ અને મિસાઈલ ટેક્નોલોજી પર પણ ઘણી માહીતિ ઉપ્લબ્ધ છે. આશા રાખીએ કે ભારત ના વિકાસમાં આપણે સૌ યથાશક્તિ ફાળો આપી શકીએ.
જુઓ: http://forums.bharat-rakshak.com/
જય્.
નેશનલ પોર્ટલ ઓફ ઈંડિયાની વેબ સાઈટ પર જુઓ કઈ રીતે ૨૬મી જાન્યુઆરી ઊજવાઈ હતી. અહીંથી ભારતનો તિરંગો ધ્વજ પણ ડાઉનલોડ કરી શકશો. કોને કોને પદ્મવિભુષણ, પદ્મભુષણ અને પદ્મશ્રી ના અવોર્ડસ મળ્યાં તે પણ જાણી શકશો. આપણાં સૌ ના જાણીતા તરલા દલાલ ને પણ પદ્મશ્રીનો એવોર્ડ અપાયો છે. જય્
જુઓ: નેશનલ પોર્ટલ ઓફ ઈંડિયા http://india.gov.in/myindia/myindia.php