પગલાં વસંતના -મનોજ ખંડેરિયા January 23, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.trackback
વસંતપંચમીની સૌ મિત્રોને શુભેચ્છાઓ!!
આવો, આપણે ઋતુઓનાં રાજા વસંતને આવકારીએ…
* * *
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.
મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !
આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !
મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !
ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !
ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !
* * *
*
આજનો દિવસ, એકદમ ખાસ દિવસ… એક તો આજે વસંતનાં પધરામણાં… અને બીજું, મારા ‘એ’નાં પધરામણાં પણ ધરતી પર આજના દિવસે જ થયા હતા… એટલે ‘મારા વસંત’ને પણ ખુબ ખુબ શુભેચ્છાઓ!
*

ગુજરાત સમાચારમાં આજે શતદલ પૂર્તિમાં પ્રગટ થયેલો લેખ વાંચો…
‘વસંતવિલાસ: જ્યારે શિયાળો ઉનાળાને ચુંબન કરે છે !’
Happy Birthday…….. !! તમારા વસંતને
આ શુભ િદિવસે આ ધરતી પર પધાર્યા તેની શુભેચ્છા સ્ચીકારજે.
રતિલાલ ચ;દરયા
Many happy returns of the day to your ‘vasant’. One of my friends name is Vasant too, I will give your gift to him.
ચેતનને મુબારકબાદી.
અમેરીકા આવ્યા બાદ જ વસંતનો મહિમા સમજાયો.
શબ્દોનું બનમૂન શિલ્પ…
વસંતપંચમી એટલે સુંદર ફૂલોને પોતાની સુવાસ ચોતરફ પાથરવાંનું આમંત્રણ.
ગુજરાતી ગઝલ ની સૌંદર્ય મીમાંસા (પૃ: ૧૫૦)
નાચી ઊઠી સુગંધ ને ઝુમી ઊઠ્યો પવન
તમને નિહાળી ફૂલનાં રંગો હસી પડ્યાં
ખુબ ખુબ શુભેચ્છાઓ અને આ વસંતઋતુ તમને ઉલ્લાસ, આનંદ અને ‘વસંત’ ના અમીછાંટણામાં છલકાવી દે. જય
આજનૉ દિવસ મારે હૈયે શા શા વિચાર રે
વસઁતનુઁ સ્વાગત થયુઁ ને આભે ખિલ્યો ચાઁદ રે
અભિનઁદન
આપના વસંતને આગમનનાં વધામણા
તેમના જીવન વિશે વાંચો : -
http://sureshbjani.wordpress.com/2007/01/02/manoj_khanderia/
ચાર પાંચ વર્ષ પહેલાં અહીં ફિલાડેલ્ફીઆ મા વસંત ઋતુ માં બરફ પડેલો ત્યારે અનાયાસે બરફ અને રંગીન ફૂલોની મૈત્રી એક અનેરૂં આકર્ષણ જગાવી ગઈ.
આ છબિઓ નિહાળતાં નિહાળતાં ફિલાડેલ્ફીઆની વરચ્યુલ સેર લેવાનું ચુકશો નહિ.
જુઓઃ
http://travel.webshots.com/album/1233550?action=&track_pagetag=/page/photo/travel/nationalparks/&track_action=/ViewActions/FullAlbum
Vasant na aagaman thi jane aap na jeevan ma Chetan aavi gayu?!!
Bahoot Khoob. Happy Birthday (again!) to your one and only “A”.