jump to navigation

પગલાં વસંતના -મનોજ ખંડેરિયા January 23, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
12 comments

વસંતપંચમીની સૌ મિત્રોને શુભેચ્છાઓ!!
આવો, આપણે ઋતુઓનાં રાજા વસંતને આવકારીએ… 

* * *

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

* * *

કવિ પરિચય

*

આજનો દિવસ, એકદમ ખાસ દિવસ… એક તો આજે વસંતનાં પધરામણાં… અને બીજું, મારા ‘એ’નાં પધરામણાં પણ ધરતી પર આજના દિવસે જ થયા હતા…  એટલે ‘મારા વસંત’ને પણ ખુબ ખુબ શુભેચ્છાઓ!

*