jump to navigation

મુક્તપંચિકા: કન્હૈયો January 17, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.
10 comments

ba83.jpg

*

કરે તું મને
પગપ્રહાર,
બનાવે જો સુંદર
ફરી, તો બનું
હું પણ કુબ્જા! 

*

રાધા રિસાઇ
કુંજગલીમાં,
ને કાનો મથુરામાં,
મનાવે હવે
કોણ? કોને? ક્યાં?

*

હે રણછોડ!
બતાવ મને-
આ જીવનરણેથી
ભાગી હું, કઇ
દ્વારીકે જાઉં?

* * *

ઊર્મિસાગર

*