jump to navigation

તું તો પતંગ ને હું દોર -રમેશ પટેલ(પ્રેમોર્મિ) January 15, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

 kite1.jpg

(ઉત્તરાયણની શુભેચ્છાઓ સહ)

સખી રે મારી તું તો પતંગ ને હું દોર,
કાપી ના કાપે એવી જોડ…

તારે તો જાવું પેલા, અંબરને આંજવાને
મારી રે સાથે જોડાજોડ…

તું તો પતંગ રંગ ઘેરો ગુલાબીને
મારો રે રંગ છે અજોડ…

તારો રે ઘાટ મને મનગમતો મળીયો ને
તુંથી બંધાયો હું અજોડ…

તેં તો તારે માથે ફૂમતાં લટકાવીયાંને
મારો એ માંજો અજોડ…

તું તો અનંત આભ ઊડતી ને ઊડતી
છોડે ના સંગ તું અજોડ…

* * *

Comments»

1. Jayshree - January 15, 2007

Nice One, Urmi….

2. bansinaad - January 16, 2007

ઉર્મિ, રમેશ પટેલ નું સુંદર કાવ્ય માનવ જીવન માટે ઘણાં સંદેશાઓ આપી જાય છે.
ઝી ગુજરાતી પર ગઈ કાલે સાબરમતી ના તટ પર ચાલી રહેલો આંતરરાષ્ટ્રીય પતંગોત્સ્વ જોયો. અમદાવાદની લગભગ બધી જ અગાશીઓ મિત્રો અને સ્નેહીઓ થી ભરાઈ ગઈ હતી. ઘડીભર તો જાણે હું ત્યાં જ પહોંચી ગયો હોંઉ…. ફરી પાછી ઝાંઝવાં ના જળ જેવી પરિસ્થતિ….
જુઓ: http://cities.expressindia.com/fullstory.php?newsid=217295 , http://www.dailyindia.com/show/103286.php/Kite-flying-delicacies-mark-harvest-festival-across-the-nation , http://www.gujaratglobal.com/nextSub.php?id=2190&catype=NEWS , http://bombaysamachar.com/new/detailsweek.asp?newsid=10421#headlines અને http://www.sandesh.com/gujarat/ahmedabad/abd_news_1.htm

‘પતંગ’ અને ‘દોર’ બંને ને એક્બીજા વગર ચાલે નહિ જાણે રથ ના બે પૈંડા. આવાં ઉત્સવો માનવ સંબંધો ને વધુ ને વધુ ‘પતંગ અને દોરી’ જેવાં અતૂટ બનાવતાં હોય એમ લાગે છે. ક્દાચ આપણી ભારતીય સંસ્કૃતિ માં જ આ શક્ય બને. જય.

3. સંકલિત: પતંગ « સહિયારું સર્જન - પદ્ય - April 25, 2007

[...] સખી રે મારી તું તો પતંગ ને હું દોર, કાપી… [...]