કહેવાય નહીં -અમૃત ‘ઘાયલ’ January 12, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.trackback
મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહીં,
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં.
આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં,
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં.
એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી,
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં.
આંખડી ભોળી, વદન ભોળુ, અદાઓ ભોળી,
પ્રાણ એ રૂપ હરી જાય તો કહેવાય નહીં.
કંઇ મજા મીઠી તડપવામાં મળે છે એને,
દીલ વ્યથા વેરે વરી જાય તો કહેવાય નહીં.
આંખનો દોષ ગણે છે બધા દીલ ને બદ્લે,
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં.
શોકનો માર્યો તો મરશે નહીં તમારો આ “ઘાયલ”,
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં.
* * *
*
‘સહિયારું સર્જન’ પર સંકલિત: ‘કહેવાય નહીં’
*

Always, it makes me Ghayal;
When I read words of “GHAYAL”…
>>> Awe-inspiring