jump to navigation

મારામાં કાંકરી ખૂંચે છે! -હર્ષદ ત્રિવેદી January 10, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

lakeview.JPG 
(Lake George…     view from the mountain…     8/22/2005)

કોઇ સપનામાં ઊગે છે સૂરજની જેમ, અને મારામાં કાંકરી ખૂંચે છે!
પાંપણ ઢળે તો કહે અંધારું કેમ? અને મારામાં કાંકરી ખૂંચે છે!

એકાંતે હોય તોય એકલાં નહીં, ને છતાં મેળો કહેવાય એવું કાંઇ નહીં,
આવનારાં આવે ને જાનારાં જાય, તોય પડવા દેવાની કોઇ ખાઇ નહીં;
કોઇ બારણું અધૂકડું ખોલી કહે આવ, અને મારામાં કાંકરી ખૂંચે છે!
પછી બે કાંઠે છલકાતું આખું તળાવ, અને મારામાં કાંકરી ખૂંચે છે!

મળવાનું સહેલું પણ ભળવાનું અઘરું, ને ખોવાવું એ જ ખરો ખેલ,
ઠરવાનાં ઠેકાણાં હડસેલે દૂર, ક્યાંક મળવાનો એવો પણ છેલ;
કોઇ માંડે છે મધરાતે મીઠી રમત, અને મારામાં કાંકરી ખૂંચે છે!
પછી ખીણમાં ધકેલાતો આખો વખત, અને મારામાં કાંકરી ખૂંચે છે!

* * *

કવિ શ્રી હર્ષદ ત્રિવેદીની જીવનઝાંખી

Comments»

1. Neela Kadakia - January 10, 2007

બાળપણ યાદ આવી ગયું
હથેળીની બખોલ બનાવીને રમત રમતા’તા
‘મારામાં કાંકરી ખૂંચે છે ભાઈ ખૂંચે છે.’
કાવ્ય સુંદર છે.

2. હરીશ દવે - January 10, 2007

ઘણી વાર ઓછા વાંચેલા કવિઓની અજાણી-શી કૃતિઓ વાંચવામાં ય આનંદ આવે છે.

કાંઈક જુદું વાંચ્યાનો એહસાસ થાય છે. ….. હરીશ દવે અમદાવાદ

3. વિવેક - January 10, 2007

આ ગીત હમણાં જ ક્યાંક વાંચ્યું હોવાનો ભાસ થયા કરે છે, કદાચ આ ગીતના સૌંદર્યનો પરિપાક પણ હોઈ શકે… મજાની રચના…

4. વિવેક - January 10, 2007

લ્યો! મેં શોધી પણ કાઢ્યું કે આ ગીત મેં ક્યાં વાંચ્યું હતું… બરાબર એક વર્ષ પહેલાં વાંચ્યું હોવા છ્તાં આ ગીત અહેસાસમાં એટલું તાજું છે કે જાણે ગઈકાલે જ વાંચ્યું ન હોય… અને આ ગીત પર એ વખતે મેં કોમેન્ટ પણ કરી હતી…
http://www.forsv.com/guju/?p=184#comments

5. વિવેક - January 10, 2007

અને આ જોગાનુજોગ જોઈને તો હું હવે બેભાન ન થાઉં તો જ નવાઈ… આ જ ગીત આજે જ લયસ્તરો પર સુરેશભાઈએ પણ પૉસ્ટ કર્યું છે:

http://layastaro.com/?p=611