jump to navigation

એ શું હતું? January 3, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
trackback

 facial_expression.jpg

સોંસરવું ગયું જે હૈયાની આરપાર, એ શું હતું?
મારા મનને વાગ્યું કૈંક ધારદાર, એ શું હતું?

આવી’તી જે, એ તો હતી તારી રખડેલ યાદ,
સંગ લાવી’તી કૈંક વજનદાર, એ શું હતું?

આવ્યું હતું જેવું, એવું જ ગયું એ સપનું- કોરુ,
કોરી આંખોમાં રહ્યો જે નિખાર, એ શું હતું?

ગરજ્યો ખૂબ પણ વરસ્યો નહીં જરાયે એ,
અંગઅંગમાંથી વહ્યો જે નિતાર, એ શું હતું?

ખબર હતી કે નહિં આવશે એ મહેફિલમાં,
ડોકાયું મુજમાં કો’ક વારંવાર, એ શું હતું?

હતી શબ્દોમાં રુક્ષતા ને અવાજે ઉપેક્ષા,
સંભળાયા’તા જે અંતરના તાર, એ શું હતું?

હતું આંખોમાં બંધ, એક શમણું- રિસાયેલ,
તોયે દીસ્યું’તું કૈંક અપરંપાર, એ શું હતું?

આમ તો ખાલી જ હતો મુજ ઊર્મિનો સાગર,
હતો ભરતી ને ઓટનો અણસાર, એ શું હતું?

* * *

ઊર્મિસાગર

*

Comments»

1. Jayshree - January 3, 2007

વાહ રે ઊર્મિ…
મજા આવી હોં…
તમે દિવસે દિવસે ખીલતા જાવ છો…!!

2. વિવેક - January 3, 2007

સરસ ગઝલ…

આ ચિત્ર પણ આપે દોર્યું છે કે શું?

3. ઊર્મિસાગર - January 3, 2007

નહીં મિત્ર, આ ચિત્ર તો મારું નથી…
પણ, મેં દોરેલું ચિત્ર પણ ક્યારેક જરૂર મુકીશ!

4. Harnish Jani - January 4, 2007

Ghanu badhu vaanchi gayo–Maza Aavii gayii-
Dhanyavad

5. bansinaad - January 5, 2007

ઘણી વખત જીવન એક ઉખાણારુપ બની જાય છે અને વ્યક્તિગત લાગણીશીલતા પ્રમાણે ‘એ શું હતું’ નો જવાબ જુદો જુદો હોઈ શકે. હું માનું છું કે ‘ઊર્મિ નો સાગર’ ખાલી ન જ હોઈ શકે કારણકે જેમ ગહન ‘સાગર’ માં જાત જાતનાં અને ભાત ભાતના મોતીઓ છુપાયેલા છે, કુદરતની અદભુત કરામતો એમાં જોવાં મળે છે, જે આપણે જોઈ શકતાં નથી, તેમ ‘ઊર્મિ ના સાગર’માં સુંદર વિચારો રુપી કાવ્યસંગીતના ઉપહારો આવિર્ભાવ થયા છે અને એ એજ જોઈ શકે છે જે ‘એ શું છે’ એને સમજી શકે, માણી શકે, અને એનાં સ્પંદનોને આત્મસાત કરી શકે. જય.

6. Kajal Pandya - April 21, 2007

i have written some poem in Gujarati.. and i want to open blog in gujarati like u have “URMI NO SAGAR”, but how to do that ? please help me how to post my gujatrati poem??