jump to navigation

વ્હાલમની વાતો -ભાસ્કર વોરા January 2, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

વ્હાલમની વાતો કાંઇ વ્હેતી કરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

ગુનગુનતા ભમરાને કીધું કે દૂર જા,
કળીઓના કાળજામાં પંચમનો સૂર થા,
ફોરમના ફળિયામાં ફોગટ ફરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

કુંજકુંજ કોયલડી શીદને ટહુકતી,
જીવન વસંતભરી જોબનિયે ઝૂકતી,
પાગલની પ્રીત કંઇ અમથી હરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

પાગલની આગળ આ અંતરને ખોલવું,
બોલ્યું બોલાય નહીં એવું શું બોલવું ?
ઘેલાની ઘેલછાથી ઘેલાં ધરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

* * *

Comments»

1. Jayshree - January 2, 2007

One of my fav song…. beautifully sung and composed in one of the “Rishab Group” albums : may be Taara Vina Shyam OR Jamuna ne Kaanthe. !!

Thanks Urmi… !!

2. hemantpunekar - January 2, 2007

ખુબ જ સુંદર ગીત છે. વડોદરામાં નવરાત્રીમાં અચૂક ગવાય છે. આ ગીત સાંભળવાથી બહુ nostalgic થઇ જવાય છે.

3. જય - January 2, 2007

હેમંત અને જયશ્રી બંનેના અભિપ્રાયો સાથે સંપૂર્ણેપણે સહમત થાંઉ છું. ક્લ્પનાના રંગો અને તરંગો બધાં માણી શકતાં નથી. જો એવું હોત તો કવિતા, ગઝલ અને સંગીત ની મજા જ નહિ રહી હોત. ક્દાચ માનવ જ આવી ‘પ્રીત’, ‘હૈયાની’, ‘ઘેલાં’, અને ‘પાગલ’ની વાત હ્ર્દયનાં ઉંડાણમાંથી કરી શકતો હશે, નહિ? ‘હળવેથી હૈયાં ને હળવું કરાય નહિ’ - વાત તો તદ્દન સાચી.
રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ ટાંકુ છું. “રાત્રી હોવાં છતાં આ મન નાં સૂના સ્મશાને, કોઈ હજીય મંત્રો ભણતું રહે સવારે. અંધારૂ ગાઢ આંખે આંજી અને પછીથી, કોઈ લચેલ ક્ષણને લણતું રહે સવારે.’ જય.

4. વિવેક - January 3, 2007

અદ્દભૂત ગીત… સાવ સોંસરવું ઉતરી ગયું…

5. amitpisavadiya - January 3, 2007

સરસ ગીત…
વડોદરાના આર્કી ગ્રુપના આચલ મહેતાએ સરસ રીતે ગાયેલુ આ ગીત માણવાની પણ એક મજા છે…

અગાઉ મૂકેલ છે…
http://amitpisavadiya.wordpress.com/2006/08/22/valam-bhaskar/

6. gopal parekh - January 11, 2007

madhmithun varshothi mane khubaj gamtun geet, aabhar fari ghana vakhte vanchva laliyun te maate

7. Dinesh Gusani - February 8, 2007

Hello
A very very beautiful,touching Geet,what to say no word to express
fully my feelings,if it’s audio availabe then it’s like “Fragrance in Gold”
I m glad that I entered in these blogs
Dinesh

8. nilam doshi - February 9, 2007

my favourite song.thanks