jump to navigation

તારી ખુદાઇ દુર નથી -નાઝીર દખૈયા December 19, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.

શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી ય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?

આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનુર છે એમાં નુર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.

* * *

આ ગઝલની પ્રથમ બે પંક્તિઓ મને હ્રદયસ્થ છે… અને એજ પંક્તિઓની પ્રેરણાથી એક વખત એક કવિતા લખાઇ ગઇ હતી… હું તો ન માંગુ!   ઘણા વખતથી હું આખી ગઝલ શોધતી હતી…કાલે અચાનક સાંભળવામાં આવી તો લખી દીધી… મિત્રો, લખાણમાં ભૂલચૂક હોય તો જરૂર જણાવશો.

Comments»

1. Bimal - December 19, 2006

ખુબ સરસ ઉર્મિબેન……આ સુઁદર ગઝલ છે નાઝિર દખૈયા ની he is from bhavnagar …………aur uaki gazal mai sufi andaj kabile tarif hota hai ji……….thanx……….

2. Bimal - December 19, 2006

માણસ વચ્ચે માણસ થઈ પંકાઈ ગયેલો માણસ છું .
વહેચણ વચ્ચે વહેચણ થઈ વહેચાઈ ગયેલો માણસ છું.

એ જ અમારું યૌવન છે ભીનાશ તમારા આંગણની,
વાદળની ઝરમર થઈ પથરાઈ ગયેલો માણસ છું.

દર્દોને રાહત છે તો ઉપચાર જરુરી કોઈ નથી,
દુનિયાના ઝખમો જીરવી રુઝાઈ ગયેલો માણસ છું.

યત્ન કરો જો મનાવવાના તરત જ માની જઉં
અમથો અમથો આદતવશ રીસાઈ ગયેલો માણસ છું.

“નાઝીર” એવો માણસ છું જે કેમે કરી વિસરાય નહીં
જાતને થોડી ખર્ચીને ખર્ચાઈ ગયેલો માણસ છું.

નાઝીર દખૈયા,ભાવનગર

3. Foram - December 19, 2006

Dear urmi…Very nice ghazal.. I was looking for it since long time..
Thanks…
As far as I remember, its from Nazir

4. Amit pisavadiya - December 19, 2006

જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને

બહુ સુંદર વાત !!!

5. hemantpunekar - December 20, 2006

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી……

વાહ! આ ખુમારીની વાત છે. આ વાત પરથી બેફામનો એક શેર યાદ આવ્યો જે હાથ ન લંબાવવાની જ વાત કરે છે પણ કારણ જુદુ છે.

ફક્ત એથી જ કોઇની મદદ માંગી નથી શકતો,
શરમથી હાથ લંબાવું અને એ બેશરમ નીકળે.

બેફામની આ ગઝલ પણ તમારા જ બ્લોગ પર વાંચી હતી.

6. BHAVIN - December 20, 2006

Vah Urmiben….!!!

Very Nice Gazal… I already have this one…
Very Nice……

7. pari - December 26, 2006

its wondarrfull hu saram thi haath lambavu ne ae be sharam nikle waaahhhh!!!!!!!!

8. shivshiva - December 31, 2006

પ્રકૃતિ નથી
હાથ ફેલાઉ
મંજુર નથી તારી
ખુદાઈ મને
માગું ને આપ

આવું જ કાંઈ કહેવું છે ને???????????

9. 'હું' અને 'તું' « સહિયારું સર્જન - March 23, 2007

[...] હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ … [...]

10. joshi dharmendra - June 6, 2009

dear,urmiji tamari gajal vachi bas mara dil ma je vantol chaleto hato teno javab mali gayo. thanks