jump to navigation

હું ઊર્મિની એક કઠપૂતળી December 12, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
trackback

 kathputli3.jpg

હું ઊર્મિની એક કઠપૂતળી, તું મને નચાવતો નટ,
તારા કરમાં હો મુજ દોર ભલે, પણ પડતો મારો જ વટ!
હું ઊર્મિની એક કઠપૂતળી…

શા હાલ થશે મુજ હૈયાનાં કદી આવશે તું જો નિકટ?
જ્યાં નામ જ તારું સાંભળી મારી ઊર્મિ બને નટખટ! 
હું ઊર્મિની એક કઠપૂતળી…

જનમ જનમની કોને ખબર? લે, હાથ પકડ ઝટપટ,
ઓ અલગારી પ્રીતની તારે, શેં કરવી નથી ખટપટ?
હું ઊર્મિની એક કઠપૂતળી…

જો, ’રે છે સદા ભરતી અહીંયા, મુજ ઊર્મિસાગર તટ,
આ ઊરસાગરનો નૃપ થઇને ય તું રહેતો કોરોકટ!
હું ઊર્મિની એક કઠપૂતળી…

* * *

ઊર્મિસાગર

*

Comments»

1. Amit pisavadiya - December 12, 2006

સરસ અભિવ્યક્તિ…
અભિનંદન…

2. સુરેશ જાની - December 12, 2006

હું ઊર્મિની એક કઠપૂતળી, તું મને નચાવતો નટ,
તારા કરમાં હો મુજ દોર ભલે, પણ પડતો મારો જ વટ!
ના સ્થાને ….
હું ઊર્મિની કઠપૂતળી, તું મને નચાવતો નટ,
તુજ કર હો મુજ દોર ભલે, પણ પડે જ મારો વટ.

અને

જન્મોજનમની કોને ખબર? લે, હાથ પકડ ઝટપટ,
ને સ્થાને …
જનમ જનમની ખબર નથી, લે, હાથ પકડ ઝટપટ,

વધારે લયમાં નથી લાગતું ?

બહુ જ સરસ ભાવ છે. એ તો કોરોક્ટ જ … ગીતાના સ્થિત પ્રજ્ઞ જેવો રહે છે!!!

3. ધવલ - December 12, 2006

મઝાનું ગીત !

4. Jayshree - December 12, 2006

હું ઊર્મિની એક કઠપૂતળી, તું મને નચાવતો નટ,
તારા કરમાં હો મુજ દોર ભલે, પણ પડતો મારો જ વટ!
હું ઊર્મિની એક કઠપૂતળી…

Mazaa aavi hon urmi….
Keep it up..!!

5. Neela Kadakia - December 13, 2006

પ્રભુ અને માનવનાં સંબંધને દર્શાવતી આ સુંદર રચના છે.

6. vijayshah - December 13, 2006

જો, ’રે છે સદા ભરતી અહીંયા, મુજ ઊર્મિસાગર તટ,
આ ઊરસાગરનો નૃપ થઇને ય તું રહેતો કોરોકટ!
હું ઊર્મિની એક કઠપૂતળી…

બહુ જ સરસ ભાવ છે.

7. વિવેક - December 13, 2006

સુંદર ગીત…

હું ઊર્મિની એક કઠપૂતળી, તું મને નચાવતો નટ,
તારા કરમાં હો મુજ દોર ભલે, પણ પડતો મારો જ વટ!

અને

જનમ જનમની કોને ખબર? લે, હાથ પકડ ઝટપટ,

આ બે પંક્તિઓ ખૂબ જંચી ગઈ… ગીતમાં દરેક અંતરામાં અંત્યાનુપ્રાસ હોવા જરૂરી નથી. એટલે એ મોહ જો છોડી શકાયો હોત તો શબ્દોની પસંદગી વધુ વિશાળ ફલક પર કરી શકાઈ હોત અને ગીત હજી વધુ આસ્વાદ્ય બન્યું હોત…