આપણે હવે મળવું નથી -જગદીશ જોષી December 4, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.trackback
વાતને રસ્તે વળવું નથી,
આપણે હવે મળવું નથી…
આપણો મારગ એકલવાયો,
આપણે આપણો તડકો-છાંયો,
ઊગવું નથી, ઢળવું નથી,
આપણે હવે મળવું નથી…
હોઠથી હવે એક ના હરફ,
આંખમાં હવે જામતો બરફ,
અમથા અમથા ગળવું નથી,
આપણે હવે મળવું નથી…
* * *
આ ગીત મને ખુબ જ ગમે છે અને ‘શીતલ સંગીત’ પર વારંવાર સાંભળું છું. અને આખરે એક વખત સાંભળતા સાંભળતા લખી જ નાંખ્યું…
*

સોલી કાપડિયાએ ખૂબ સરસ ગાયુ છે આ ગીત.. પણ આલ્બમ નથી મારી પાસે હમણા… થોડા દિવસમાં ચોક્કસ જણાવીશ…
ખરેખર ઘણું સરસ ગીત છે…
કેમ છે ઉર્મી
આ ગીતના રચયીતા છે શ્રી જગદીશ જોશી, અને આ ગીત સોલીભાઈના કંઠે એમના આલ્બમ આપણા સંબંધ તા પ્રેમ એટલે કે મા મેળવી શકાશે,
રાધીકા
[...] આપણે હવે મળવું નથી ગઝલ સાંભળી સાંભળીને આ ગીત જીવું કંઇક મનમાં સ્ફૂરી ગયું હતું… [...]
સોલી કાપડીયાના આલ્બમ ‘પ્રેમ એટલે કે’ માં આ ગીત છે.
Thanks a lot for the info, Radhika…!!