jump to navigation

હાઇકુ-૧ November 22, 2006

Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.
trackback

મને જ ડંખી,
મારી અપેક્ષા- બની
તારી ઉપેક્ષા!

*

જે નડ્યા મને
સદા,  એજ ગ્રહોને
આજે હું નડી
! 

*

મારા દુ:ખનું
કારણ- હું કરતી
સુખની ખોજ ! 

*

મારી સંધ્યાની
આગોશમાં, ઓગળ્યો
તારો સૂરજ!

* * *

ઊર્મિસાગર

*

Comments»

1. વિવેક - November 23, 2006

સુંદર મજાના હાઈકુઓ… અભિનંદન… બધાજ હાઈકુ સ-રસ લાગ્યા..

2. જયદીપ - November 23, 2006

Hi ઊર્મિ,

સરસ મજાના હાઈકુઓ. ખાસ કરીને છેલ્લું…

-જયદીપ

3. Rachit - November 24, 2006

Urmiji,
Very well written…thank you for sharing!

4. amitpisavadiya - November 24, 2006

સુંદર હાઇકુ રચ્યા…
એકે એક સુંદર છે …

5. હાઇકુ - 2 : ફાગણ અને હોળીનાં રંગો « ઊર્મિનો સાગર - March 3, 2007

[...] હાઇકુ-૧ [...]

6. ઊર્મિનો સાગર » હાઇકુ - 2 : ફાગણ અને હોળીનાં રંગો - October 8, 2007

[...] હાઇકુ-૧ [...]