jump to navigation

પ્રાચીન દુહો -અજ્ઞાત November 20, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, દુહા.
trackback

પ્રીત નિભાવવી કેટલી મુશ્કેલ છે અને તેને નિભાવતાં નિભાવતાં કેવી કેવી અગ્નિપરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે એનું ખૂબ જ સુંદર બ્યાન એક પ્રાચીન દુહામાં આપવામાં આવ્યું છે.

નેહ નિભાવન હય કઠન,
સબસે નીભવત નાહ,
ચઢવો મોમ તુરંગ પે,
ચલવો પાવક માંહ.

કવિ કહે છે કે પ્રીત નિભાવવી એટલી કઠિન છે કે એ બધાથી નિભાવી શકાતી નથી.  આ કામ મુશ્કેલ છે કારણકે એ મીણના ઘોડા પર બેસીને અગ્નિ પર ચાલવાનું હોય છે.  જે વ્યક્તિ મનરૂપી મીણના ઘોડાને પિગળાવ્યા વગર અંગારા પર પગ માંડવાની હિંમત કરી શકે તે જ સ્નેહને નિભાવી જાણે છે.  (દુહાનો રસાસ્વાદ… શ્રી રમેશ પુરોહિત… ‘ગુફ્તગૂ’માંથી)

આ દુહાના રચયિતા કોણ છે એની કોઇને ખબર હોય તો જણાવશો.

* * *

Comments»

1. વિવેક - November 21, 2006

મીણના ઘોડા પર સવાર થઈ અગ્નિમાં ચાલવાનું નામ છે સ્નેહ…. વાહ… સુંદર વાત… મને લાગે છે જિંદગીમાં ઘણું શીખવાનું બાકી છે, કદાચ હજી તો શરૂઆત જ ક્યાં કરી શકાય છે? આભાર, ઊર્મિ!

2. Kiritkumar G. Bhakta - November 21, 2006

ઉર્મિ,
શોભિતની પંક્તિ ટાંકું છું.
ખીંટીં ઉપર ખુદની ઇચ્છા ટાંગે છે !
એક છોકરી એવું અદ્દભુત જાગે છે !!

3. Jayshree - November 21, 2006

આ કબીરજી નો દુહો નથી ?

એમનો એક દુહો આ પ્રમાણે યાદ છે. કદાચ શબ્દો થોડા આઘા-પાછા થયા હોય તો માફ કરશો.

પ્રેમ ન બાડી ઉપજે, પ્રેમ ન હાટ બીકાય,
રાજા પરજા જે હી રુચે, શીશ દેય લઇ જાય

આ દુહો કહે છે કે પ્રેમ માટે તો શીશ ( અભિમાન ) આપી દેવુ પડે.

4. BHAVIN - November 22, 2006

Very Nice DUHO…..

5. पंकज बेंग़ाणी - November 22, 2006
6. amitpisavadiya - November 23, 2006

સરસ દુહો…

અહીં કબીરજીની પ્રેમને લગતી થોડી પંક્તિ…

કબીર ચહુ ઘર પ્રેમ કા, ખાલા કા ઘર નાહીં,
સીસ ઉતારૈં હાથિ કરિ, સો પૈરે ઘર માંહિ.

કબીર નિજ ઘર પ્રેમ કા, મારગ અગમ અગાધ,
સીસ ઉતારિ પગ તસિ ધરૈં, તબ નિકટ પ્રેમ કા સ્વાદ.

પ્રેમ ન ખેતૌં નીપજે, પ્રેમ ન હાટ બિકાય,
રાજા પરજા જિસ રૂચૈં, સિર દે સો લૈ જાય.

7. bansinaad - January 21, 2007

‘પ્રીત નિભાવવી એટલી કઠિન છે કે એ બધાંથી નિભાવી શકાતી નથી’ – સ્વર્ગારોહણ માં એક સુંદર કાવ્ય ‘અભિપ્સા’ માં થી લખું છુ”

“તાપ દો તોયે ધરું છું શીતળી છાયા,
પ્રેમની એવા ખરેખર અનેરી માયા.
ફૂલ તોડે માનવી તો યે સુવાસ ધરે,
વૃક્ષને કાપે છતાં ફળ કાષ્ટ દાન કરે.”

ક્દાચ પ્રેમ માંગે છે ત્યાગ અને સમર્પણ. પણ એ મળ્યાં પછી એ સનાતન છે.
http://www.swargarohan.org/prabhu/kavita/Abhipsa/42.htm
જય્.

8. Jay - January 21, 2007

‘પ્રીત નિભાવવી એટલી કઠિન છે કે એ બધાંથી નિભાવી શકાતી નથી’ – સ્વર્ગારોહણ માં એક સુંદર કાવ્ય ‘અભિપ્સા’ માં થી લખું છુ”

“તાપ દો તોયે ધરું છું શીતળી છાયા,
પ્રેમની એવા ખરેખર અનેરી માયા.
ફૂલ તોડે માનવી તો યે સુવાસ ધરે,
વૃક્ષને કાપે છતાં ફળ કાષ્ટ દાન કરે.”

ક્દાચ પ્રેમ માંગે છે ત્યાગ અને સમર્પણ. પણ એ મળ્યાં પછી એ સનાતન છે.જય્.