પ્રાચીન દુહો -અજ્ઞાત November 20, 2006
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, દુહા.8 comments
પ્રીત નિભાવવી કેટલી મુશ્કેલ છે અને તેને નિભાવતાં નિભાવતાં કેવી કેવી અગ્નિપરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે એનું ખૂબ જ સુંદર બ્યાન એક પ્રાચીન દુહામાં આપવામાં આવ્યું છે.
નેહ નિભાવન હય કઠન,
સબસે નીભવત નાહ,
ચઢવો મોમ તુરંગ પે,
ચલવો પાવક માંહ.
કવિ કહે છે કે પ્રીત નિભાવવી એટલી કઠિન છે કે એ બધાથી નિભાવી શકાતી નથી. આ કામ મુશ્કેલ છે કારણકે એ મીણના ઘોડા પર બેસીને અગ્નિ પર ચાલવાનું હોય છે. જે વ્યક્તિ મનરૂપી મીણના ઘોડાને પિગળાવ્યા વગર અંગારા પર પગ માંડવાની હિંમત કરી શકે તે જ સ્નેહને નિભાવી જાણે છે. (દુહાનો રસાસ્વાદ… શ્રી રમેશ પુરોહિત… ‘ગુફ્તગૂ’માંથી)
આ દુહાના રચયિતા કોણ છે એની કોઇને ખબર હોય તો જણાવશો.
* * *
