પાયણાં (પત્થર) November 18, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.add a comment
મહાદેવ થઇને જે પૂજાય છે પાયણાં,
માનવ મથાળે એજ કૂટાય છે પાયણાં.
એવું નથી કે છે પાયણાં જ પાયણાં,
હાલતા ને ચાલતા દેખાય છે પાયણાં.
કો’કવાર જે હૈયાઓ પ્રેમાળ દેખાય,
એને સંઘરો ઉરે તો નીકળે એ પાયણાં.
સુખમાં જે મિત્રો મને આવી ભેટાય,
દુ:ખમાં દીસે તેઓ મને રૂડાં પાયણાં.
જો પ્રિતમની સંગ મારું દલડું રિસાય,
મનાવે નઇ મને, તો લાગે એય પાયણાં!
* * *
